હારનો બદલો લેવા મેદાને ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ, મુકાબલો રોમાંચક રહેવાની સંભાવના
ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. એમએસ ધોની અને રોહિત શર્મા કેપ્ટન તરીકે આમને-સામને હશે. ચાર વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઈપીએલના ઈતિહાસમાં લગભગ પ્રથમ વખત, બંને ચેમ્àª
ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. એમએસ ધોની અને રોહિત શર્મા કેપ્ટન તરીકે આમને-સામને હશે.
ચાર વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઈપીએલના ઈતિહાસમાં લગભગ પ્રથમ વખત, બંને ચેમ્પિયન બહાર ફેંકાતા પહેલા સારો દેખાવ કરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ લીગમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે. બીજી તરફ, મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની CSK પાસે છેલ્લા ચારમાં સ્થાન મેળવવાની માત્ર ગાણિતિક તક છે કારણ કે, તેઓ 11 મેચમાંથી માત્ર ચાર જીત સાથે પોઈન્ટ ટેબલ પર નવમાં સ્થાને છે.
મુશ્કેલીમાં મુકાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ગુરુવારે તેની ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે ત્યારે ટૂર્નામેન્ટમાં ટકી રહેવાનું વિચારશે, જ્યારે મુંબઈ, જે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, તેની પાસે ગુમાવવા માટે કંઈ જ નથી. IPLની બે સૌથી સફળ ટીમો ચેન્નાઈ અને મુંબઈ માટે આ સિઝન નિરાશાજનક રહી છે. મુંબઈ હવે પ્રતિષ્ઠા માટે રમશે જ્યારે ચેન્નાઈ ટેકનીકલી રીતે હજુ પણ દોડમાં છે. જો બાકીની મેચોનું પરિણામ તેમના માટે સારું આવે.
જો મુંબઈ સામે ચેન્નાઈ હારશે તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ચેન્નાઈએ પાછલી મેચમાં દિલ્હી કેપિટલ્સને 91 રનથી હરાવ્યું હતું અને તેઓ ગતિ જાળવી રાખશે તેવી અપેક્ષા છે. ઓપનર ડેવોન કોનવે શાનદાર ફોર્મમાં છે અને તેણે સતત ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે દિલ્હી સામે 87 રન બનાવ્યા હતા, જોકે તેને ઓપનિંગ પાર્ટનર ઋતુરાજ ગાયકવાડ પાસેથી સમર્થનની અપેક્ષા હશે.
વળી મુંબઈ માટે બાકીની મેચો ઔપચારિકતા છે અને તેણે સારું પ્રદર્શન કરવું પડશે. કેપ્ટન રોહિત શર્મા), ઈશાન કિશન બેટિંગની જવાબદારી સંભાળશે. KKR સામે ખોરવાઈ ગયેલા મુંબઈના મિડલ ઓર્ડરે પણ પોતાનું પ્રદર્શન સુધારવું પડશે. સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે બહાર છે. આવી સ્થિતિમાં તિલક વર્મા, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ અને કિરોન પોલાર્ડ પર જવાબદારી વધુ રહેશે.
Advertisement