Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ આપ્યો, ઈશાન કિશનની શાનદાર બેટિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝનની બીજી મેચમાં રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થઈ રહ્યો છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. આ રીતે દિલ્હીને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ છે. મુંબઈ તરફથી ઈશાન કિશને 8
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 178 રનનો
ટાર્ગેટ આપ્યો  ઈશાન કિશનની શાનદાર બેટિંગ


Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝનની બીજી મેચમાં રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થઈ રહ્યો છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. આ રીતે દિલ્હીને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ છે. મુંબઈ તરફથી ઈશાન કિશને 81 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 41 રન બનાવ્યા હતા.


Advertisement

મુંબઈએ સિઝન 15માં તેની પ્રથમ મેચમાં મજબૂત શરૂઆત કરી છે. મુંબઈ માટે રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. રોહિત 41 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ ઈશાને શાનદાર ઇનિંગ રમી હતી. ઈશાને 48 બોલમાં અણનમ 81 રનની ઇનિંગ રમીને ટીમનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 177 રન સુધી પહોંચાડ્યો હતો. તિલક વર્માએ પણ 22 રનની ઇનિંગ રમી હતી.


Advertisement

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં આઈપીએલનો ખિતાબ જીત્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનની હરાજીમાં ડેવાલ્ડ બ્રેવિસ, ઈશાન કિશન, ટિમ ડેવિડ, ટાઈમલ મિલ્સ અને ડેનિયન સેમ્સ જેવા ખેલાડીઓને સામેલ કર્યા છે. રોહિત 2013થી મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે, મુંબઈએ રોહિતની કપ્તાનીમાં 129 મેચ રમી છે, જેમાં 75 મેચ જીતી છે અને 50 મેચમાં મુંબઈનો પરાજય થયો છે, 4 મેચ ટાઈમાં રમાઈ છે. દિલ્હી કેપિટલ્સે હજુ
સુધી કોઈ ટાઇટલ જીત્યું નથી.
પરંતુ રિષભ પંતની આગેવાની હેઠળની ટીમ ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે.
દિલ્હી કેપિટલ્સની ટીમ હાલમાં વિદેશી ખેલાડીઓની અછતનો સામનો કરી રહી છે
, તેથી સૌની નજર તે પ્રથમ મેચમાં કેવી રીતે દૂર થાય છે તેના પર છે.


દિલ્હી કેપિટલ્સ
પ્લેઈંગ-
11: પૃથ્વી શો, ટિમ સીફર્ટ, મનદીપ સિંહ, ઋષભ પંત, આર. પાવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ, કમલ નાગરકોટી, કુલદીપ યાદવ


મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ-11: રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, અનમોલપ્રીત સિંહ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, ટાઈમલ મિલ્સ, જસપ્રિત બુમરાહ, બેસિલ થમ્પી

Tags :
Advertisement

.