Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MS ધોની ફરીથી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો, જાડેજાએ ટુર્નામેન્ટની વચ્ચે કેપ્ટનશીપ છોડી

મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બન્યા છે. રવિન્દ્ર જાડેજાએ ટૂર્નામેન્ટની વચ્ચે જ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે આની જાહેરાત કરી હતી. આ ત્યારે થયું છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન શાનદાર રહી નથી અને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થવાની કગાર પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે જારી નિવેદનમાં à
02:21 PM Apr 30, 2022 IST | Vipul Pandya

મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન
બન્યા છે. રવિન્દ્ર જાડેજાએ ટૂર્નામેન્ટની વચ્ચે જ કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કરીને
બધાને ચોંકાવી દીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે આની જાહેરાત કરી હતી. આ
ત્યારે થયું છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન શાનદાર રહી નથી અને ટીમ
ટુર્નામેન્ટમાંથી બહાર થવાની કગાર પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે જારી
નિવેદનમાં આ માહિતી આપી હતી.
CSKએ પોતાના નિવેદનમાં કહ્યું, 'રવીન્દ્ર જાડેજાએ એમએસ ધોનીને અપીલ કરી છે કે તેઓ ચેન્નાઈ સુપર
કિંગ્સની કમાન સંભાળે અને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરે. એમએસ ધોનીએ ટીમના
હિતમાં આ અપીલ સ્વીકારી લીધી છે અને પોતે જ સુકાનીપદ સંભાળવાનો નિર્ણય લીધો છે.

javascript:nicTemp();

IPL પહેલા ન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને કમાન સોંપી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીએ
IPL શરૂ થવાના બે દિવસ પહેલા જ સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો હતો
અને જાડેજાને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો.પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ
સિઝન ખરાબ રહી હતી.
CSK તેની શરૂઆતની મેચોમાં સતત હાર્યું છે અને તેણે અત્યાર સુધી
રમાયેલી
8 મેચમાંથી માત્ર 2 જ જીતી છે.

 

IPL 2022 માં ચેન્નાઈ સુપર
કિંગ્સનું પ્રદર્શન

કોલકાતાએ 6 વિકેટે હરાવ્યું

લખનૌને 6 વિકેટે હરાવ્યું

પંજાબે 54 રને હરાવ્યું

હૈદરાબાદે 8 વિકેટે હરાવ્યું

બેંગલુરુને 23 રનથી હરાવ્યું

ગુજરાતને 3 વિકેટે હરાવ્યું

મુંબઈને 3 વિકેટે હરાવ્યું

પંજાબે 11 રને હરાવ્યું

Tags :
captainsChennaiSuperKingsCSKGujaratFirstIPL2022msdhoniRavindraJadeja
Next Article