Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોમાંચક મેચમાં ધોનીએ ચેન્નાઈને છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકારી અપાવી જીત, મુંબઈને 3 વિકેટે હરાવ્યું

  મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2022 ની 33મી મેચ DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને સિઝનની બીજી જીત અપાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનમાં સતત સાતમી હાર મળી છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ તિલક વર્માની અણનમ અડધી સદીની મદદથી ચેન્નાઈ સામે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 2
રોમાંચક મેચમાં ધોનીએ ચેન્નાઈને છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકારી અપાવી જીત  મુંબઈને 3
વિકેટે હરાવ્યું

 

Advertisement

મુંબઈ
ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે
IPL 2022 ની 33મી મેચ DY પાટિલ
સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લા બોલ પર
ચોગ્ગો ફટકારીને ટીમને સિઝનની બીજી જીત અપાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનમાં
સતત સાતમી હાર મળી છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ તિલક વર્માની અણનમ અડધી સદીની
મદદથી ચેન્નાઈ સામે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20
ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.

 

Match 33. Chennai Super Kings Won by 3 Wicket(s) https://t.co/tymE70fY3e #MIvCSK #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 21, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

ચેન્નાઈ
સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ ઉથપ્પા અને રાયડુ વચ્ચે ત્રીજી વિકેટ
માટે 50 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ગાયકવાડ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ
ગયો હતો. સેન્ટનરે 11 રન બનાવ્યા હતા. ઉથપ્પા 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
હતો.

 

MSD finishes it off in style!!! #TATAIPL pic.twitter.com/ZhtyE2UKfW

— IndianPremierLeague (@IPL) April 21, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

મુંબઈની
શરૂઆત સારી રહી ન હતી. પહેલી જ ઓવરમાં રોહિત શર્મા અને ઈશાન કિશન ખાતું ખોલાવ્યા
વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી મુંબઈને ત્રીજો ફટકો બ્રેવિસ (4)ના રૂપમાં
લાગ્યો હતો. પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવે (32) મુંબઈની
કમાન સંભાળી હતી
,
પરંતુ 8મી ઓવરમાં સેન્ટનેરે તેમને પેવેલિયનનો
રસ્તો બતાવ્યો હતો. અંતમાં તિલક વર્માએ 51 રનની અણનમ ઇનિંગ રમીને ટીમના સ્કોર
155ના સ્કોર સુધી પહોંચાડ્યો હતો. ચેન્નાઈ તરફથી મુકેશ ચૌધરીએ ત્રણ અને ડ્વેન
બ્રાવોએ બે વિકેટ ઝડપી હતી.

Tags :
Advertisement

.