Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોમાંચક મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યું, આવેશ-હોલ્ડર બન્યા જીતના હીરો

IPL 2022ની 12મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 12 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ હૈદરાબાદને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે SRH નિર્ધારિત 20 ઓવરમાં 157 રન જ બનાવી શકી હતી. બોલિંગમાં લખનૌ તરફથી અવેશ ખાન અને જેસન હોલ્ડર ચમક્યા હતા. અવેશે 19મી ઓવરમાં બે વિકેટ લીધી હતી જ્યારે હોલ્ડરે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ લઈને ટીમને જીત અપાવી હતી. લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાà
રોમાંચક
મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 12 રને હરાવ્યું 
આવેશ હોલ્ડર બન્યા જીતના હીરો

IPL 2022ની 12મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 12 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ હૈદરાબાદને
170 રનનો ટાર્ગેટ આપ્યો હતો
, જેની સામે SRH નિર્ધારિત 20 ઓવરમાં 157 રન જ બનાવી શકી
હતી. બોલિંગમાં લખનૌ તરફથી અવેશ ખાન અને જેસન હોલ્ડર ચમક્યા હતા. અવેશે 19મી
ઓવરમાં બે વિકેટ લીધી હતી જ્યારે હોલ્ડરે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ લઈને ટીમને જીત
અપાવી હતી. લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. કેન વિલિયમસન અને
અભિષેક શર્માના રૂપમાં હૈદરાબાદે પાવરપ્લેમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી.
ત્રિપાઠી (44) અને પૂરન (34) એ ઝડપી રન બનાવ્યા હતા
, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા ન હતા.
હૈદરાબાદની આ સતત બીજી હાર છે
, જ્યારે ત્રીજી
મેચમાં લખનૌની આ બીજી જીત છે.

Advertisement

Brilliant bowling performance by #LSG as they defend their total of 169/7 and win by 12 runs 👏👏

Scorecard - https://t.co/89IMzVls6f #SRHvLSG #TATAIPL pic.twitter.com/MY2ZhM3Mqe

— IndianPremierLeague (@IPL) April 4, 2022

" title="" target="">javascript:nicTemp();

લખનૌ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને
પહોંચી ગયું છે. લખનૌની બેટિંગની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર
જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. આ દરમિયાન
કેએલ રાહુલે 50 બોલમાં 68 અને દીપક હુડ્ડાએ 33 બોલમાં 51 રન બનાવ્યા હતા. લખનૌની
શરૂઆત સારી રહી ન હતી. ડી કોક અને લેવિસ 1-1ના સ્કોર બાદ આઉટ થયા હતા જ્યારે મનીષ
પાંડે 11ના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. એક સમયે
લખનૌએ 27ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી
હતી. ત્યારબાદ દીપક હુડા અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરીને
ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. હૈદરાબાદ તરફથી વોશિંગ્ટન સુંદર
, ટી નટરાજન અને શેપર્ડે 2-2 વિકેટ લીધી હતી.

Advertisement

Tags :
Advertisement

.