LSG VS KKR: લખનૌએ કોલકાતાને હરાવ્યું, પૂરન-માર્શે મચાવી ધૂમ
- લખનૌએ કોલકાતાને હરાવ્યું
- પૂરન-માર્શે મચાવી ધૂમ
- પોતાના જ ઘરમાં હારી ગયું KKR
LSG VS KKR: IPL 2025 ની બીજી એક રોમાંચક મેચમાં,લખનૌ સુપર જાયન્ટ્સે છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને(LSG VS KKR) 4રનથી હરાવ્યું.ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં ચારસો પચાસથી વધુ રન બન્યા હતા. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા નિકોલસ પૂરન અને મિશેલ માર્શની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.જવાબમાં,કોલકાતા,જે ફક્ત 14 ઓવરમાં 166 રન બનાવીને વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગતું હતું, તે છેલ્લી ઓવરોમાં ટ્રેક પરથી ઉતરી ગયું અને 20 ઓવરમાં ફક્ત 234 રન જ બનાવી શક્યું.
ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં લખનૌની ટીમે પહેલા બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 238 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકાતાની ટીમ 234 રન સુધી પહોંચી ગઈ હતી, પરંતુ અંતે જીતથી 4 રન દૂર રહી હતી.
પોતાના જ ઘરમાં હારી ગયું KKR
KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, તેને ઘરઆંગણે પણ ફાયદો હતો પરંતુ તેમ છતાં તેને પોતાના જ ઘરમાં હારનો સામનો કરવો પડ્યો. 239 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખરાબ રહી કારણ કે ઓપનર ક્વિન્ટન ડી કોક માત્ર 15 રન બનાવીને આઉટ થયો. બાદમાં, કેપ્ટન અજિંક્ય રહાણે અને સુનીલ નારાયણે LSG બોલરોને હેરાન કર્યા અને માત્ર 23 બોલમાં 54 રનની પાર્ટનરશિપ નોંધાવી. 13 બોલમાં 30 રનની તોફાની ઈનિંગ રમ્યા બાદ સુનીલ નારાયણ આઉટ થયો.કેપ્ટન અજિંક્ય રહાણેના બેટે પણ જોરદાર પ્રદર્શન કર્યું, તેને 35 બોલમાં 61 રન બનાવ્યા, જ્યારે વેંકટેશ ઐયરે પણ KKR માટે મોટા શોટ ફટકાર્યા, પરંતુ 16મી ઓવરમાં 45 રન બનાવ્યા બાદ આઉટ થયો.
આ પણ વાંચો -IPL 2025 : પોઈન્ટ ટેબલની રેસમાં હવે જોવા મળશે રોમાંચક ટક્કર
238 રન બનાવવા છતાં લખનૌ માત્ર 4 રનથી જીત્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા બનાવેલ આ બીજો સૌથી મોટો સ્કોર હતો. એડન માર્કરામ, મિચેલ માર્શ અને નિકોલસ પૂરનની તોફાની ઈનિંગ્સના આધારે, LSG એ 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. એક સમયે કોલકાતાએ 13 ઓવરમાં 162 રન બનાવ્યા હતા અને ટીમને 7 ઓવરમાં જીતવા માટે 77 રનની જરૂર હતી. વેંકટેશ ઐયર અને કેપ્ટન રહાણે ક્રીઝ પર સેટ હોવાથી, KKR માટે આ લક્ષ્ય ખૂબ જ સરળ લાગતું હતું.
આ પણ વાંચો -MI vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું
KKR 5 ઓવરમાં ફક્ત 39 રન બનાવી શક્યું
13મી ઓવરના અંત પછી, KKR આગામી 5 ઓવરમાં ફક્ત 39 રન બનાવી શક્યું, જેના કારણે તેમના માટે જરૂરી રન-રેટ વધતો ગયો. રિંકુ સિંહે ચોક્કસપણે છેલ્લી ઓવરોમાં 15 બોલમાં 38 રનની તોફાની ઈનિંગ રમી અને ઈનિંગની છેલ્લી ઓવરમાં 19 રન પણ બનાવ્યા, પરંતુ અંતે KKR જીતથી માત્ર 4 રન દૂર રહી ગયું.