Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોલકતા જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાને ઉતરશે, બેંગ્લોર જીતનું ખાતું ખોલવા તૈયાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની 15મી સીઝનમાં દરરોજ રોમાંચક મેચો થઈ રહી છે. બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં શ્રેયસ અય્યર KKRનો કેપ્ટન છે જ્યારે ફાફ ડુ પ્લેસિસ RCBનો કેપ્ટન છે. KKRએ તેની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. બીજી તરફ RCB પંજાબ કિંગ્સ સામે 5 વિકેટે હારી ગયું હતું. આવી સ્થિતિમાં, જોવાનું રહેશે કે KKR તà
કોલકતા જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાને ઉતરશે  બેંગ્લોર જીતનું ખાતું ખોલવા તૈયાર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની 15મી સીઝનમાં દરરોજ રોમાંચક મેચો થઈ રહી છે. બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં શ્રેયસ અય્યર KKRનો કેપ્ટન છે જ્યારે ફાફ ડુ પ્લેસિસ RCBનો કેપ્ટન છે. KKRએ તેની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. બીજી તરફ RCB પંજાબ કિંગ્સ સામે 5 વિકેટે હારી ગયું હતું. આવી સ્થિતિમાં, જોવાનું રહેશે કે KKR તેમની જીતનો સિલસિલો જાળવી રાખે છે કે પછી RCB પ્રથમ જીત સાથે પોતાનું ખાતું ખોલે છે.
આજે કોલકતા અને બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. જેમા એક ટીમ જીત સાથે મેદાનમાં ઉતરશે તો બીજી ટીમ પોતાની એક જીતનું ખાતુ ખોલવા પૂરો પ્રયત્ન કરશે. IPLના ઈતિહાસમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે, જેમાં KKRએ 16 મેચ જીતી છે જ્યારે RCB 13 મેચ જીત્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે KKR સામે તેમનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો જે માત્ર 49 રન હતો. આ સાથે જ બેંગ્લોરે KKR સામે સૌથી વધુ 214 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સની વાત કરીએ તો તેણે RCB સામે સૌથી વધુ 222 રન બનાવ્યા છે અને સૌથી ઓછા 84 રન છે.
છેલ્લી સીઝનમાં બંને ટીમો એકબીજા સામે કુલ 3 વખત રમી હતી, તે પછી પ્રથમ મેચમાં RCBએ જીત મેળવી હતી, જે KKR પર તેમની સતત ચોથી જીત હતી, પરંતુ તે પછી તેમને તેમની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને KKRનો ફાઇનલમાં પહોંચવાનો રસ્તો સાફ થઇ ગયો હતો. IPL-2022 માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની આ મેચ સાંજે 7:30 વાગ્યાથી મુંબઈની ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર પણ ઉપલબ્ધ થશે.
RCB સંભવિત રમત-11
ફાફ ડુ પ્લેસિસ (c), અનુજ રાવત, વિરાટ કોહલી, શેરફેન રધરફોર્ડ, શાહબાઝ અહેમદ/મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (wk), હર્ષલ પટેલ, વનિન્દુ હસરાંગા, ડેવિડ વિલી, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
KKR સંભવિત રમત-11
વેંકટેશ અય્યર, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર (c), નીતિશ રાણા, સેમ બિલિંગ્સ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શેલ્ડન જેક્સન (wk), ઉમેશ યાદવ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી.
Advertisement
Tags :
Advertisement

.