Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોલકતા સામે માત્ર 17 રન બનાવી કેન વિલિયમસને બનાવ્યો રેકોર્ડ

કેપ્ટનકૂલ તરીકે આપણે મહેન્દ્રસિંહ ધોનીને ઓળખીએ છીએ, પરંતુ આજે ક્રિકેટ જગતમાં ધોની જેટલુ કૂલ માઈન્ડ જો કોઇનું કહેવાય છે તો તે કેન વિલિયમસનનું છે. જીહા, તાજેતરની IPL ટૂર્નામેન્ટમાં વિલિમયસન સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન છે. શુક્રવારે હૈદરાબાદ અને કોલકતાની ટીમ આમને-સામને જોવા મળી હતી. જેમા હૈદરાબાદની ટીમે શાનદાર જીત નોંધાવી છે. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને મ
કોલકતા સામે માત્ર 17 રન બનાવી કેન વિલિયમસને બનાવ્યો રેકોર્ડ
Advertisement
કેપ્ટનકૂલ તરીકે આપણે મહેન્દ્રસિંહ ધોનીને ઓળખીએ છીએ, પરંતુ આજે ક્રિકેટ જગતમાં ધોની જેટલુ કૂલ માઈન્ડ જો કોઇનું કહેવાય છે તો તે કેન વિલિયમસનનું છે. જીહા, તાજેતરની IPL ટૂર્નામેન્ટમાં વિલિમયસન સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન છે. શુક્રવારે હૈદરાબાદ અને કોલકતાની ટીમ આમને-સામને જોવા મળી હતી. જેમા હૈદરાબાદની ટીમે શાનદાર જીત નોંધાવી છે. 
આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ માત્ર 17 રન જ બનાવ્યા હતા, પરંતુ આ રનોની મદદથી તેણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. કેન વિલિયમસને હૈદરાબાદ તરફથી રમતા 2 હજાર રન બનાવ્યા છે. હૈદરાબાદ માટે રન બનાવવામાં તેનાથી આગળ શિખર ધવન અને ડેવિડ વોર્નર છે. વોર્નરે હૈદરાબાદ તરફથી રમતા 4014 જ્યારે ધવને 2518 રન બનાવ્યા છે. 

15મી સીઝનની 25મી મેચમાં કોલકાતાએ હૈદરાબાદ સામે 176 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને હૈદરાબાદે 13 બોલ બાકી રહેતા 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમસન મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને 17 રન બનાવીને આઉટ થયો હતો. જોકે તેમ છતા વિલિયમસને IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.
મેચની વાત કરીએ તો, કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ ઇનિંગમાં નીતિશ રાણાના 54 રન અને આન્દ્રે રસેલના 25 બોલમાં ચાર ચોક્કા અને ચાર છક્કાની મદદથી 49 રનની મદદથી 175 રન બનાવ્યા હતા. હૈદરાબાદના નટરાજને 37 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં રમવા આવેલી હૈદરાબાદની ટીમે 17.5 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. હૈદરાબાદ માટે રાહુલ ત્રિપાઠીએ 37 બોલમાં 71 અને માર્કરામે 36 બોલમાં 68 રન બનાવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×