માત્ર ક્રિકેટ જ નહીં બાસ્કેટબોલમાં પણ જાડેજા છે માસ્ટર, Video
IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બેક ટૂ બેક હારનો સામનો કરી રહી છે. સારા ખેલાડીઓ હોવા છતા પણ ટીમ હજું એકપણ મેચ જીતી શકી નથી. રમતથી બહાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં તેના ચાહકોને બાસ્કેટબોલનું કૌશલ્ય બતાવ્યું છે. રવિન્દ્ર જાડેજાએ બાસ્કેટબોલ કોર્ટ પર તેના સચોટ નો-લૂક શોટથી ચાહકોને દંગ કરી દીધા હતા. જાડેજાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર
02:26 AM Apr 08, 2022 IST
|
Vipul Pandya
IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બેક ટૂ બેક હારનો સામનો કરી રહી છે. સારા ખેલાડીઓ હોવા છતા પણ ટીમ હજું એકપણ મેચ જીતી શકી નથી. રમતથી બહાર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં તેના ચાહકોને બાસ્કેટબોલનું કૌશલ્ય બતાવ્યું છે.
રવિન્દ્ર જાડેજાએ બાસ્કેટબોલ કોર્ટ પર તેના સચોટ નો-લૂક શોટથી ચાહકોને દંગ કરી દીધા હતા. જાડેજાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે બાસ્કેટ તરફ જોયા વગર બોલને ત્યા સુધી પહોંચાડે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 અભિયાનની શરૂઆત ખરાબ રહી છે. આ ટીમ અત્યાર સુધીની ત્રણેય મેચ હાર્યા બાદ આ સીઝનમાં 8માં સ્થાને છે. એમએસ ધોનીએ કેપ્ટન પદ છોડ્યા બાદ રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી તે ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી.
શનિવારે, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ રમવા માટે તૈયાર CSKની ટીમના ખેલાડીઓ બાસ્કેટબોલ (Ravindra Jadeja Play Basketball) રમીને રિકવરી સેશન કરી રહ્યા હતા. વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ગણાતા રવિન્દ્ર જાડેજા બાસ્કેટબોલમાં ક્રિકેટના મેદાનમાં જેવો જ રંગ જમાવતા જોવા મળ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સીઝનમાં રવિન્દ્ર જાડેજાનું નસીબ અને ફોર્મ કદાચ તેને સાથ ન આપી રહ્યું હોય, પરંતુ મારા પર વિશ્વાસ કરો તેના માટે કશું જ અશક્ય નથી. જાડેજાએ ટ્વિટર પર પોતાનો એક વિડીયો શેર કર્યો જેમાં તે 'નો-લૂક શોટ' રમતા જોવા મળી રહ્યો છે.
પંજાબ સામેની હાર બાદ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, "હું ભૂમિકા માટે તૈયારી કરી રહ્યો છું કારણ કે તેણે (ધોની) મને થોડા મહિના પહેલા કહ્યું હતું." CSK એ તેમની સીઝનની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની તેમની શરૂઆતની મેચમાં હાર સાથે કરી હતી. આ પછી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS) સામે તેની આગામી બંને મેચ હારી ગઈ.
Next Article