Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ સામે જીત બાદ પણ SRHનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કિલ, જાણો Points Tableની સ્થિતિ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં ગઈકાલે રાત્રે લીગની 65મી મેચ રમાઈ હતી. હવે માત્ર પાંચ લીગ મેચો બાકી છે. પરંતુ સત્તાવાર રીતે એક ટીમ ક્વોલિફાઈ થઈ છે અને ટોપ 4માં પહોંચી ગઈ છે. લીગની 65મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 3 રનથી હરાવીને પ્લે-ઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી હતી. જોકે, તે પણ નહીંવત બરોબર જ છે.   IP
મુંબઈ સામે જીત બાદ પણ srhનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કિલ  જાણો points tableની સ્થિતિ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં ગઈકાલે રાત્રે લીગની 65મી મેચ રમાઈ હતી. હવે માત્ર પાંચ લીગ મેચો બાકી છે. પરંતુ સત્તાવાર રીતે એક ટીમ ક્વોલિફાઈ થઈ છે અને ટોપ 4માં પહોંચી ગઈ છે. લીગની 65મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 3 રનથી હરાવીને પ્લે-ઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી હતી. જોકે, તે પણ નહીંવત બરોબર જ છે.   
IPL 2022 હવે તેના અંતિમ મુકામ પર છે. આ આઈપીએલમાં જૂની ટીમો જે રીતે પ્રદર્શન કરી રહી છે તેની કોઈ ચાહકોને અપેક્ષા નહોતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (MI vs CSK) પોઈન્ટ ટેબલના તળિયે છે, ત્યારે ગુજરાત (GT), રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ (LSG) એ તેમના પ્રદર્શનથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને હંમેશા IPLની કિંગ માનવામાં આવે છે, પરંતુ આ વખતે આ કિંગ ટીમો પ્રદર્શન કરી શકી નથી. ગુજરાતની ટીમ આ IPL 2022માં પ્લેઓફમાં જનારી પ્રથમ ટીમ બની છે. IPL 2022ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાતની ટીમ પ્રથમ સ્થાને છે. આ ટીમના 20 પોઈન્ટ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ બીજા નંબર પર છે. આ ટીમના 16 પોઈન્ટ છે. કેએલ રાહુલની લખનૌની ટીમ ત્રીજા નંબર પર છે. આ ટીમના 16 પોઈન્ટ છે. દિલ્હીની ટીમ ચોથા નંબર પર હાજર છે. દિલ્હીના 14 પોઈન્ટ છે. આ ટોપ-4ની વાત છે. 
આ પછી બેંગલુરુ અને કોલકાતા પાંચમાં અને છઠ્ઠા નંબર પર છે. બેંગલુરુના 14 પોઈન્ટ અને કોલકાતાના 12 પોઈન્ટ છે. હૈદરાબાદની ટીમ સતત 5 મેચ જીત્યા બાદ સારી સ્થિતિમાં હતી. પરંતુ હવે હારના કારણે ટીમ માટે મુશ્કેલી ઉભી થઈ છે. પંજાબ સાતમાં, ચેન્નાઈની ટીમ નવમાં અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દસમાં સ્થાન પર છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આશા હતી કે તેઓ મોટો સ્કોર કરશે અને મુંબઈને વહેલી આઉટ કરીને આઈપીએલ 2022ના પોઈન્ટ ટેબલનો નેટ રન રેટ સુધારશે, પરંતુ આ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી, જ્યાં હૈદરાબાદને માત્ર ત્રણ રનથી જીત મળી હતી. આવી સ્થિતિમાં જો 14 પોઈન્ટ પર પ્લેઓફ માટે ક્વોલિફિકેશનની વાત થાય તો હૈદરાબાદ બહાર થઈ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.