Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL ક્લોઝીંગ સેરેમની: એ.આર રહેમાન અને રણવીરસિંહના પર્ફોમન્સે સ્ટેડિયમમાં ચાર ચાંદ લગાવ્યાં

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં આજે સમાપન સમારોહ બાદ ફાઈનલ મેચ રમાશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે આ ટાઇટલ જંગ રમાશે. ક્લોજીંગ સેરેમની સમારોહમાં, ઓસ્કાર વિજેતા તેમજ જાણીતા સંગીતકાર એ.આર. રહેમાન, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ગાયક નીતિ મોહન પણ અમદાવાદના મહેમાન બન્યાં છે. IPL ક્લોઝ સેરેમનીની શરૂઆત રણવીર સિંહના શાનદાર પ્રદર્àª
11:15 AM May 29, 2022 IST | Vipul Pandya
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં આજે સમાપન સમારોહ બાદ ફાઈનલ મેચ રમાશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે આ ટાઇટલ જંગ રમાશે. ક્લોજીંગ સેરેમની સમારોહમાં, ઓસ્કાર વિજેતા તેમજ જાણીતા સંગીતકાર એ.આર. રહેમાન, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ગાયક નીતિ મોહન પણ અમદાવાદના મહેમાન બન્યાં છે. IPL ક્લોઝ સેરેમનીની શરૂઆત રણવીર સિંહના શાનદાર પ્રદર્શન સાથે થઈ હતી. રણવીરે સૌથી પહેલા 83 ફિલ્મના ગીત પર ડાન્સ કર્યો હતો. સાથે જ  ભાઈ-ભાઈ,તુને મારી એન્ટ્રી જેવા ગીતો પર શાનદાર પરફોર્મન્સ આપીને તેણે ચાહકોને ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા.

આ પછી ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાને પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. એઆર રહેમાને વંદે માતરમ, જય હોસહિત અનેક ગીતો પર પરફોર્મ કર્યું, જેણે આખું સ્ટેડિયમ ગુંજી ઊઠ્યું. તેની સાથે મોહિત ચૌહાણ, નીતિ મોહન જેવા સ્ટાર્સ પણ સ્ટેજ પર પરફોર્મ કરતા જોવા મળ્યા હતા.


સમારોહ લગભગ 65 મિનિટનો
ક્લોજીંગ સેરેમની સમારોહમાં, ઓસ્કાર વિજેતા તેમજ જાણીતા સંગીતકાર એ.આર. રહેમાન, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ગાયક નીતિ મોહન પણ અમદાવાદના મહેમાન બન્યાં છે. ટાઇટલ મેચ રાત્રે 8 વાગ્યાથી રમાશે, પરંતુ તે પહેલા સમાપન સમારોહ યોજાશે. આ સમારોહ લગભગ 65 મિનિટનો હશે. આજે આ સમારોહ સાંજે 6.25 વાગ્યાથી શરૂ થશે. એઆર રહેમાન અને નીતિ મોહન સ્ટેડિયમ પહોંચ્યાઆ સમાપન સમારોહમાં, ઓસ્કાર વિજેતા પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ગાયક નીતિ મોહન સ્ટેડિયમમાં જોવાં મળ્યાં છે. આ વર્ષે યોજાનાર આ સમાપન સમારોહનો કાર્યક્રમ લગભગ 45 મિનિટનો કરવામાં આવ્યો છે. IPLનો સમાપન સમારોહ વર્ષ 2018 પછી પહેલીવાર થવા જઈ રહ્યો છે. વર્ષ 2019 માંપુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના શોકને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતુંજ્યારે છેલ્લા બે વર્ષ 2020 અને 2021 માંતે કોરોના રોગચાળાના ફાટી નીકળવાના કારણે કરવામાં આવ્યું ન હતું.



રણવીર સિંહે આ રીતે તૈયારી કરી
જ્યારે રણવીરે એક વીડિયો શેર કર્યો છે, જેને IPLએ રિટ્વીટ કર્યો જેમાં જોવાં મળે છે કે. આ સાથે, ફાઇનલ મેચ દરમિયાન પ્રથમ ઇનિંગ્સ વખતે આમિરખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે. સમાપન સમારોહ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ મેચ શરૂ થશે. આ ઘટનાને કારણે મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ફાઇનલ મેચ રાત્રે 8:00 વાગ્યાથી રમાશે જ્યારે ટોસ સાંજે 7:30 વાગ્યે થશે.


કોરિયોગ્રાફર સાયમક ડાવર પણ પોતાનું પરફોર્મન્સ  આપશે

IPL 2022 ના સમાપન સમારોહમાંભારતના જાણીતા સંગીત નિર્દેશક અને ઓસ્કાર એવોર્ડ વિજેતા એઆર રહેમાન પોતાના સંગીતનો જાદુ ફેલાવતા જોવા મળશેજ્યારે અભિનેતા રણબીર સિંહ પણ દર્શકો માટે પરફોર્મ કરશે. આ સિવાય બેની દયાલ અને મોહિત ચૌહાણ જેવા સ્ટાર સિંગર્સ પણ પોતાના અવાજનો જાદુ રજૂ કરશે. આ કલાકારો ઉપરાંત કોરિયોગ્રાફર સાયમક ડાવર પણ પોતાનું પરફોર્મન્સ આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાઇનલ મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમમાં આવી શકે છે.


સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાનની ટીમ બીજી વખત IPLની ફાઇનલમાં

IPL 2022માં પ્રથમ વખત ગુજરાત ટાઇટન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ ટીમ તેની પ્રથમ સિઝનમાં જ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં અદભૂત પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો આ ટીમે ક્વોલિફાયર 2માં RCBને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાનની ટીમ બીજી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા આઈપીએલની પ્રથમ સિઝનમાં એટલે કે વર્ષ 2008માં શેન વોર્નની કપ્તાનીમાં આ ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી અને ચેમ્પિયન પણ બની હતી. જો રાજસ્થાન જીતશે તો આ ટીમ બીજી વખત IPL ચેમ્પિયન બનશેજ્યારે ગુજરાત જીત મેળવશે તો આ ટીમ પોતાની ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરશે.

 

ફેન્સમાં અનેરો ઉત્સાહ 


ઝારખંડના છાઉ નૃત્યના કલાકારો પણ પરફોર્મ કરશે
આ ઉપરાંત ઝારખંડના છાઉ નૃત્યના કલાકારો પણ આ સમારોહમાં પોતાનું પરફોર્મન્સ આપશે. પ્રભાત કુમાર મહતોના નેતૃત્વમાં 10 સભ્યોની છાઉ ડાન્સ ટીમ 24 મેના રોજ જ ગુજરાત આવી ગઇ હતી. આ ટીમ ભૂટાન, UAE અને ચીન જેવા ઘણા દેશોની છેઆ પ્રવાસનો તમામ ખર્ચ BCCI ચૂકવી રહ્યું છે. પ્રભાત મહતોનું જૂથ મનભૂમ છાઉ નૃત્ય રજૂ કરશે, જે છાઉ નૃત્યના સૌથી પ્રસિદ્ધ ફોર્મમાંનું એક છે. 
2018 પછી પ્રથમ વખત ક્લોઝીંગ સેરેમની યોજાશે 
IPLમાં 2018 પછી પ્રથમ વખત સમાપન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, 2019માં પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના શોકમાં કોઈ સમાપન કે ઉદઘાટન સમારોહ નહોતો યોજાયો. જ્યારે 2020 અને 2021 સીઝનમાં, કોરોના મહામારીને કારણે ક્લોઝિંગ સેરેમની મોકૂફ રાખવી પડી હતી.
ટીમ ઈન્ડિયાની 75 વર્ષની સિદ્ધીઓ પણ દર્શાવાશે
સમાપન સમારોહમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પદાધિકારીઓ ઉપરાંત, પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ સહિત, ટીમ ઈન્ડિયાના કેટલાક પૂર્વ કેપ્ટન હાજર રહે તેવી શક્યતા છે. સમારોહમાં ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં ટીમ ઈન્ડિયાની છેલ્લા 75 વર્ષની સફર પણ દર્શાવાશે. 
Tags :
AhmedabadARRehmanGujaratFirstIPL2022IPL2022ClosingceremonyNarendraModiStadiumRanveersing
Next Article