Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે કાંટાની ટક્કર, ગુજરાતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2022 સીઝનમાં આજનો દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે, કારણ કે 56મી લીગ મેચમાં આજે પોઈન્ટ ટેબલમાં ટોપ 2 ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાઈ રહ્યો છે. આજે ગુજરાત ટાઈટન્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. ગુજરાત ટાઇટન્સે 11 મેચમાંથી 8 મેચ જીતી છે અને 16 પોઈન્ટ સાથે તે IPL પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ લખનૌ સુપà
01:36 PM May 10, 2022 IST | Vipul Pandya

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2022 સીઝનમાં આજનો દિવસ ખાસ બનવા જઈ રહ્યો
છે
, કારણ
કે
56મી
લીગ મેચમાં
આજે પોઈન્ટ
ટેબલમાં ટોપ 2 ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાઈ રહ્યો
છે. આજે ગુજરાત ટાઈટન્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સે
ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે.
ગુજરાત ટાઇટન્સે 11 મેચમાંથી 8 મેચ જીતી છે અને 16 પોઈન્ટ સાથે તે IPL પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી
તરફ લખનૌ સુપરજાયન્ટ્સે પણ
11માંથી 8 મેચ જીતી છે અને 3 મેચ હારી છે. પરંતુ તેઓ 16 પોઈન્ટ સાથે સારી નેટ રન રેટ સાથે ટોચ
પર છે.

javascript:nicTemp();

છેલ્લી બે મેચોને
બાદ કરતાં ગુજરાતની ટીમનું અભિયાન શાનદાર રહ્યું છે. છેલ્લી મેચમાં ગુજરાતની ટીમને
અંતિમ સમયે મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બંને ટીમો
વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.
લખનૌ સુપર જાયન્ટ્સે પૂરી
ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને છેલ્લી ચાર મેચમાંથી ચાર જીત
નોંધાવી છે. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમે ત્રણેય વિભાગોમાં ઉત્કૃષ્ટ દેખાવ
કર્યો છે અને ટીમના દરેક ખેલાડી પોતાનું સમર્થન આપી રહ્યા છે. છેલ્લી મેચમાં પ્રબળ
જીત બાદ લખનૌની ટીમ સમાન પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

 

લખનૌ સુપર જાયન્ટ્સ

ક્વિન્ટન ડી કોક (wk),
કેએલ
રાહુલ (
c),
દીપક
હુડા
, માર્કસ
સ્ટોઈનીસ
, ક્રુણાલ
પંડ્યા
, આયુષ
બદોની
, જેસન
હોલ્ડર
, દુષ્મંથા
ચમીરા
, રવિ
બિશ્નોઈ
, અવેશ
ખાન અને મોહસીન ખાન.


ગુજરાત ટાઇટન્સ

શુભમન ગિલ, રિદ્ધિમાન
સાહા (
wk),
હાર્દિક
પંડ્યા (
c),
સાઈ
સુદર્શન
, ડેવિડ
મિલર
, રાહુલ
તેવટિયા
, રાશિદ
ખાન
, પ્રદીપ
સાંગવાન/યશ દયાલ
, અલઝારી જોસેફ, લોકી
ફર્ગ્યુસન અને મોહમ્મદ શમી.

Tags :
GujaratGujaratFirstGujaratTitansIPL2022LucknowSuperGiants
Next Article