Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોમાંચક મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદની શાનદાર જીત, મુંબઈ ઈન્ડિયન્સને 3 રને હરાવ્યું

IPL 2022 ની 65મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. હૈદરાબાદે આ મેચ 3 રને જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે બેટિંગ કરવા ઉતરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 2
રોમાંચક મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદની શાનદાર જીત 
મુંબઈ ઈન્ડિયન્સને 3 રને હરાવ્યું

IPL 2022 ની 65મી મેચ
મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ
હતી. હૈદરાબાદે આ મેચ 3 રને જીતીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. આ
મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સ
હૈદરાબાદે બેટિંગ કરવા ઉતરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા.
મુંબઈને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ હતો
, પરંતુ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને
190 રન બનાવી શકી અને 3 રનથી મેચ હારી ગઈ.

Advertisement


Advertisement

રોહિત શર્મા 48 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાન કિશને 43 રન બનાવ્યા
હતા. તિલક વર્મા 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડેનિયલ સેમ્સ 15 રન બનાવીને
આઉટ થયો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 2 રન બનાવીને રનઆઉટ થયો હતો. ટિમ ડેવિડ 46 રન
બનાવીને રનઆઉટ થયો હતો. સંજય યાદવ ખાતું ખોલાવી શક્યા ન હતા. અભિષેક શર્મા 9 રન
બનાવીને આઉટ થયો હતો. પ્રિયા ગર્ગે 42 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરન 38 રન બનાવીને
પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી 76 રન બનાવીને આઉટ થયો હતો. એડન માર્કરામ
2 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર 9 રન બનાવીને બોલ્ડ થયો હતો. રમનદીપ
સિંહને 3 વિકેટ મળી હતી જ્યારે રિલે મેરેડિથને બે અને બુમરાહને એક વિકેટ મળી હતી.


Advertisement

મુંબઈ અને હૈદરાબાદે ટીમમાં બે-બે ફેરફાર કર્યા છે. મુંબઈએ હૃતિક
શોકીન અને કુમાર કાર્તિકેયને પડતો મૂક્યો છે
, જ્યારે સંજય યાદવ અને મયંક
માર્કંડેયાને તક આપવામાં આવી છે. હૈદરાબાદમાં
શશાંક સિંહ અને માર્કો જાન્સેનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં
આવ્યા હતા.
જ્યારે પ્રિયમ ગર્ગ અને ફઝલ ફારૂકીને તક મળી હતી.

Tags :
Advertisement

.