Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટે હરાવ્યું, વિલિયમ્સનની શાનદાર ફિફ્ટી

IPL 2022 ની 21મી મેચ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને કેન વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટે હરાવ્યું છે. કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે હૈદરાબાદ સામે જીતવા માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે માત્àª
05:49 PM Apr 11, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 21મી મેચ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત
ટાઇટન્સ અને કેન વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં
સનરાઈઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટે હરાવ્યું છે. કેન વિલિયમસને ટોસ
જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે હૈદરાબાદ
સામે જીતવા માટે
163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો
પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે માત્ર બે વિકેટ ગુમાવીને સરળતાથી જીત મેળવી હતી. હૈદરાબાદની
શરૂઆત સારી રહી હતી. હૈદારાબાદ તરફથી કેન વિલિયમ્સનને શાનદાર સદી ફટકારતા 46
બોલમાં 56 રન ફટકાર્યા હતા. જ્યારે અભિષેક શર્માએ 32 બોલમાં 42 રનનું યોગદાન આપ્યુ
હતું. જ્યારે રાહુલ ત્રિપાઠી 17 રને રિયાર્ડહર્ટ થયો હતો.

javascript:nicTemp();

ગુજરાત ટાઈટન્સે ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 162 રન
ફટકાર્યા હતા. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ ફિફ્ટી ફટકારી હતી. પંડ્યાએ 42 બોલમાં
50 રન કર્યા હતા. જ્યારે અભિનવ મનોહરે 35 રનનું યોગદાન આપ્યું હતું. વેડ 19 રન,
શુભનમ ગિલ 7 રન, સાંઈ સુદર્શન 11 રન, મિલર 12 રન અને રાહુલ તેવટિયાએ 6 રન ફટકાર્યા
હતા. હૈદારાબાદ તરફથી ભૂવનેશ્વર કુમાર અને નટરાજને 2-2 વિકેટ ઝડપી હતી.

 

છેલ્લી મેચ બંને ટીમો માટે ઘણી ખાસ હતી. ગુજરાતે છેલ્લા
બોલે પંજાબ સામે રોમાંચક જીત નોંધાવી હતી. આ મેચનો હીરો રાહુલ તેવટિયા હતો જેણે
છેલ્લા બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. બીજી તરફ હૈદરાબાદના બેટ્સમેનોએ શાનદાર
બેટિંગ કરીને
CSK સામે જીત મેળવી હતી. હૈદરાબાદની પ્રથમ જીતમાં સુકાની વિલિયમસન ઉપરાંત અભિષેક
શર્મા અને રાહુલ ત્રિપાઠી ચમક્યા હતા. 

Tags :
GujaratFirstGujaratTitansIPL2022SRHvsGTSunrisersHyderabadwon
Next Article