રોમાંચક મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 3 વિકેટ જીત

ઈન્ડિયન
પ્રીમિયર લીગમાં બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે
રમાયેલી મેચ ભલે ઓછા સ્કોર વાળી રહી હોય પરંતુ
તે રોમાંચથી ભરેલી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ છેલ્લી ઓવરમાં જીતી લીધી
છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)
2022 ની છઠ્ઠી મેચમાં
બુધવારે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર (RCB) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (RCB) ને ત્રણ વિકેટે હરાવ્યું. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કોલકાતાની બેટિંગ ખૂબ જ નિરાશાજનક રહી અને ટીમ 18.5
ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બેંગ્લોરે આ લક્ષ્યાંક 4 બોલ બાકી રહેતા 7 વિકેટ
ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
સિનિયર
ખેલાડી દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરમાં સિક્સ મારીને પોતાની ટીમને જીત અપાવી હતી. રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોરની બેટિંગની વાત કરીએ તો આ વખતે ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ
રહ્યો હતો. આરસીબીએ માત્ર 17 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
પાવરપ્લેમાં જ અનુજ રાવત, ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલીની વિકેટ પડી હતી.
કોલકાતા
નાઈટ રાઈડર્સ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી અને માત્ર 128 રન બનાવી શકી હતી.
કોલકાતાની પહેલી વિકેટ ચોથી ઓવરમાં પડી અને ત્યાર બાદ આ સિલસિલો ચાલુ રહ્યો. KKRએ 67 રનના સ્કોર પર પોતાની અડધી ટીમ ગુમાવી દીધી હતી. અંતમાં
આન્દ્રે રસેલે આવીને 25 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જે
બાદ કોલકાતા 128 રન સુધી પહોંચી ગયું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી
વાનિન્દુ હસરંગાએ ચાર વિકેટ લીધી હતી જ્યારે યુવા બોલર આકાશદીપે ત્રણ વિકેટ ઝડપી
હતી.