Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો

ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 173 રન ફટકાર્યા હતા. બેંગ્લોરે ચેન્નાઈન
03:37 PM May 04, 2022 IST | Vipul Pandya

ફાફ ડુ પ્લેસિસની આગેવાની
હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ
વચ્ચે
IPL 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ
એસોસિએશન સ્ટેડિયમમાં રમા
ઈ રહી છે. આ
મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં
8 વિકેટ ગુમાવીને 173 રન
ફટકાર્યા હતા. બેંગ્લોરે ચેન્નાઈને જીત માટે
174 રનનો
ટાર્ગેટ આપ્યો છે. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 30 રન ફટાકાર્યા હતા તો ફાફ ડુ
પ્લેસિસે 38 રનનું યોગદાન આપ્યું હતું. મેક્સવેલ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને
માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. સૌથી વધારે 42 રન મહિપાલે ફટકાર્યા હતા. રજત
પાટીદાર 21 રન અને અહમદ 1 રન પર આઉટ થયા હતા. તો દિનેશ કાર્તીકે આક્રમક બેટિંગ
કરતા
26 રન ફટકાર્યા
તા.

  

આ પહેલા પણ સીઝન-15માં
આ બંને ટીમો એકબીજા સાથે ટકરાઈ ચૂકી છે.
જેમાં ચેન્નાઈએ
બેંગ્લોરને
23 રને હારનો સ્વાદ ચખાડ્યો હતો. સતત ચાર હારનો સામનો કર્યા બાદ
ડિફેન્ડિંગ ચેમ્પિયન
CSKની આ પ્રથમ જીત હતી. જો આપણે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો RCB 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે
ચેન્નાઈ
6 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. ચેન્નાઈ
સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાની ફ્રેન્ચાઈઝી માટે
200મી
મેચ છે. તે
CSK માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને
ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી
29
મેચ રમાઈ છે
, જેમાં ચેન્નાઈએ 19 મેચ
જીતીને પ્રભુત્વ જમાવ્યું છે.
RCBCSK સામે
માત્ર
9 મેચ જીતી છે અને બંને વચ્ચે એક મેચ ડ્રોમાં થઈ છે.

Tags :
ChennaiSuperKingsCSKvsRCBGujaratFirstIPL2022RoyalChallengersBangalore
Next Article