Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને જીત માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો, કાર્તિક–મેક્સવેલની આક્રમક ફિફ્ટી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2022 ની 27મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે સૌથી વધુ અણનમ 66 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શર
04:00 PM Apr 16, 2022 IST | Vipul Pandya

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી
કેપિટલ્સ વચ્ચે
IPL 2022 ની 27મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં
રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ
ચેલેન્જર્સ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે
સૌથી વધુ અણનમ 66 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી.
બીજી ઓવરમાં જ અનુજ રાવત ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ
કોહલી 12ના સ્કોર પર રનઆઉટ થયો હતો. પ્રભુ દેસાઈ 6 રને આઉટ થયો હતો. જ્યારે
મેક્સવેલે 34 બોલમાં 55 રન બનાવ્યા હતા.

javascript:nicTemp();

સરફરાઝ ખાનના સ્થાને મિશેલ માર્શને
દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે હર્ષલ પટેલની રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર ટીમમાં વાપસી થઈ છે. તેને આકાશદીપની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે.
RCBએ સતત ત્રણ વિજય
સાથે તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી
,
પરંતુ ચેન્નાઈએ તેમને અગાઉની મેચમાં
23 રને પરાજય આપ્યો હતો. બીજી તરફ
,
દિલ્હીએ અગાઉની મેચમાં કોલકાતા નાઈટ
રાઈડર્સ (
KKR) સામે 44 રને જંગી જીત નોંધાવ્યા બાદ
મનોબળ વધારવા સાથે આ મેચમાં પ્રવેશ કર્યો છે.


IPL
2022 ની 27મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ
રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો હતો. દિલ્હીના
કેપ્ટન ઋષભ પંતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરને તેની પાછલી મેચમાં હારનો
સામનો કરવો પડ્યો હતો.


રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઈંગ
ઈલેવન

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વનિન્દુ હસરાંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ

 

 

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (સી), રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ખલીલ અહેમદ

Tags :
DelhiCapitalsGujaratFirstIPL2022RCB
Next Article