Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2022 ની 54મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. હૈદરાબાદને 193 રનનો ટાર્ગેટ આપ્યો છે. વિરાટ કોહલી ફરી એક વખત નિષ્ફળ સાબિત થયો હતો અને પ્રથમ બોલ પર આઉટ થઈ ગયો હતો. આ સિઝનમાં ત્રીજી વખત à
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને જીત
માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો

IPL
2022
ની 54મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ
પ્લેસિસે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમે
20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. હૈદરાબાદને 193 રનનો ટાર્ગેટ આપ્યો છે. વિરાટ કોહલી ફરી એક વખત નિષ્ફળ સાબિત થયો
હતો અને પ્રથમ બોલ પર આઉટ થઈ ગયો હતો. આ સિઝનમાં ત્રીજી વખત વિરાટ ખાતું ખોલાવ્યા
વિના આઉટ થયો છે. ફાફ ડુ પ્લેસિસે ફિફ્ટી ફટકારી. રજત પાટીદાર
48 રન બનાવીને આઉટ થયો હતો. મેક્સવેલ 33 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ ફાફ ડુ પ્લેસિસ 73 અને દિનેશ કાર્તિક 8 બોલમાં 30 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.

Advertisement

 

આરસીબીએ આ મેચ માટે
કોઈ ફેરફાર કર્યો નથી
, જ્યારે હૈદરાબાદની ટીમમાં બે ફેરફાર
કરવામાં આવ્યા છે. હૈદરાબાદે સીન એબોટ અને શ્રેયસ ગોપાલને પડતો મૂક્યો છે
, જ્યારે ફઝલહક ફારૂકી અને જગદીશ સુચિતને તક આપવામાં આવી છે. પ્લેઓફની
રેસને ધ્યાનમાં રાખીને આ મેચ રસપ્રદ રહેશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી
આ મેચમાં
RCBની નજર 14 પોઈન્ટ પર હશે જ્યારે SRH જીતના પાટા પર પાછા ફરવા ઈચ્છશે. હૈદરાબાદે પ્રથમ બે મેચ હાર્યા
બાદ સતત પાંચ મેચ જીતી હતી
, પરંતુ તે પછી ટીમ સતત ત્રણ મેચ હારી
છે. ટીમના ખાતામાં
10 પોઈન્ટ છે.

Advertisement

Tags :
Advertisement

.