Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રને હરાવ્યું, હેઝલવૂડની શાનદાર બોલિંગ

IPL 2022 ની 31મી મેચ આજે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં KL રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ અને ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 18 રને જીત મેળવી છે. આ મેચમાં કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના 96 રનના આધારે લખનૌ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રને હરાવ્યું  હેઝલવૂડની શાનદાર બોલિંગ

IPL 2022 ની 31મી મેચ આજે
મુંબઈના
DY પાટિલ સ્ટેડિયમમાં KL રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ અને ફાફ ડુ પ્લેસિસની આગેવાની
હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સ સામે
18 રને જીત મેળવી છે. આ મેચમાં કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો
નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા
RCBએ કેપ્ટન ફાફ
ડુ પ્લેસિસના
96 રનના આધારે લખનૌ સામે જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી ચમીરા અને
હોલ્ડરે
2-2 વિકેટ લીધી હતી. ટાર્ગેટનો પીછો કરતા લખનૌ
સુપર જાયન્ટ્સ નિર્ધારિત 20 ઓવરમાં
8 વિકેટ
ગુમાવીને
163 રન જ બનાવી શકી
હતી.

Advertisement


Match 31. Royal Challengers Bangalore Won by 18 Run(s) https://t.co/oDQlH3dqlf #LSGvRCB #TATAIPL #IPL2022

— IndianPremierLeague (@IPL) April 19, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement


આરસીબીની
શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે અનુજ રાવત (
4), વિરાટ કોહલી (0) અને ગ્લેન મેક્સવેલ (23)ના રૂપમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. વિરાટ
કોહલી ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આ પછી પ્રભુદેસાઈએ કેપ્ટન ડુ પ્લેસિસને થોડો સમય
સાથ આપ્યો હતો પરંતુ તે પણ
10 રન બનાવીને
પેવેલિયન પરત ફર્યો હતો.
62ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવ્યા બાદ એવું
લાગી રહ્યું હતું કે
RCB
150
ના સ્કોર સુધી પણ નહીં
પહોંચે
, પરંતુ શાહબાઝે (26) ડુ પ્લેસિસ સાથે પાંચમી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી ત્યાં સુધી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. ડુ પ્લેસિસ
છેલ્લી ઓવરમાં
11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 96 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. કાર્તિકે 8 બોલમાં 13 રન બનાવ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.