Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિવાદ વચ્ચે રવિન્દ્ર જાડેજા ટૂર્નામેન્ટમાંથી બહાર, CSKએ કરી જાહેરાત

આઈપીએલ-2022માં ખરાબ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે બહાર થઈ ગયો છે. હવે આ ઓલરાઉન્ડર બાકીની મેચો રમી શકશે નહીં. જાડેજાને દિલ્હી વિરુદ્ધ મુકાબલામાં ઈજા થઈ હતી. આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યુ- રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે દિલ્હી વિરુદ્ધ મેચમાં
06:17 PM May 11, 2022 IST | Vipul Pandya

આઈપીએલ-2022માં ખરાબ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈ
સુપર કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન રવિન્દ્ર
જાડેજા ઈજાને કારણે બહાર થઈ ગયો છે. હવે આ ઓલરાઉન્ડર બાકીની મેચો રમી શકશે નહીં.
જાડેજાને દિલ્હી વિરુદ્ધ મુકાબલામાં ઈજા થઈ હતી.
 આઈપીએલ
ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યુ- રવિન્દ્ર
જાડેજા ઈજાને કારણે દિલ્હી વિરુદ્ધ મેચમાં ઉપલબ્ધ નહોતો. તે હજુ મેડિકલ ટીમની
દેખરેખમાં છે. તેના આધાર પર આઈપીએલ
2022ની બાકી
સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
 

javascript:nicTemp();

ચેન્નઈના
સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઈને છેલ્લા બે દિવસથી અટકળો ચાલી રહી હતી.
દાવો કરવામાં આવ્યો કે ફ્રેન્ચાઇઝી સીએસકેમાં બધુ બરાબર નથી. ચેન્નઈ સુપર કિંગ્સે
ઇન્સ્ટાગ્રામ પર જાડેજાને અનફોલો કરી દીધો
, સાથે જડ્ડુ
પણ કોઈને ફોલો કરતો નથી. તેવામાં ખેલ જગતમાં નવી અટકળો શરૂ થઈ ગઈ હતી.
 મહત્વનું છે કે આઈપીએલ-2022 સીઝન શરૂ થતા પહેલાં
જાડેજાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ ટીમના સતત પ્રદર્શનને કારણે જાડેજાએ
ટીમની કમાન છોડી દીધી હતી. ત્યારબાદ ધોની ટીમનો કેપ્ટન બન્યો હતો. ત્યારબાદ જાડેજા
ઈજાને કારણે પ્લેઇંગ-
11માંથી પણ બહાર થઈ ગયો હતો. 

Tags :
CSKGujaratFirstIPL2022RavindraJadeja
Next Article