Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'What a Game' રાશિદ ખાન અને રાહુલે હૈદરાબાદના હાથમાંથી છીનવી લીધી મેચ, રોમાંચક મેચમાં ગુજરાતની 5 વિકેટે જીત

IPL 2022ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું હતું. છેલ્લી ઓવરમાં ગુજરાતને જીતવા માટે 22 રનની જરૂર હતી. રાશિદે છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને ગુજરાતને રોમાંચક જીત અપાવી હતી. આ જીત સાથે ગુજરાત 14 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 2
 what a game  રાશિદ ખાન અને રાહુલે હૈદરાબાદના હાથમાંથી છીનવી લીધી
મેચ  રોમાંચક મેચમાં ગુજરાતની 5 વિકેટે જીત

IPL 2022ની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે
હરાવ્યું હતું. છેલ્લી ઓવરમાં ગુજરાતને જીતવા માટે 22 રનની જરૂર હતી. રાશિદે
છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને ગુજરાતને રોમાંચક જીત અપાવી હતી. આ જીત સાથે
ગુજરાત 14 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી
સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. જવાબમાં
ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ગુજરાત તરફથી શુભમન ગિલ 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
પંડ્યા 10 રન બનાવીને આઉટ થયો હતો. સાહા 68 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
રાશિદે 11 બોલમાં 31 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેવટિયાએ 21 બોલમાં 40 રન
બનાવ્યા હતા. ઉમરાન મલિકે 5 વિકેટ લીધી છે.

Advertisement

 

WHAT. A. GAME! 👌👌

WHAT. A. FINISH! 👍👍

We witnessed an absolute thriller at the Wankhede and it's the @gujarat_titans who edged out #SRH to seal a last-ball win! 🙌 🙌

Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/jCvKNtWN38

— IndianPremierLeague (@IPL) April 27, 2022

" title="" target="">javascript:nicTemp();

સનરાઇઝર્સ માટે પ્રથમ બેટિંગ કરવા મોકલવામાં આવેલા અભિષેકે 42 બોલમાં
છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. જ્યારે
માર્કરમે 40 બોલમાં 56 રનની ઇનિંગ રમી જેમાં બે ચોગ્ગા અને ત્રણ
છગ્ગાનો સમાવેશ થાય છે. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી. સનરાઇઝર્સ
હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો કેપ્ટન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
હતો
. જ્યારે રાહુલ
ત્રિપાઠી 10 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક 65 રન બનાવીને પેવેલિયન પરત
ફર્યો હતો. પૂરન 3 રન બનાવી શક્યો હતો. માર્કરમ 56 રન બનાવીને કેચ આઉટ થયો હતો.
સુંદર 3 રને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાતની ટીમે 8 મેચમાંથી
7 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે
, જ્યારે હૈદરાબાદની ટીમ 8 મેચમાંથી 5 મેચ જીતીને ટેબલમાં ત્રીજા
સ્થાને છે.

Advertisement

Tags :
Advertisement

.