Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને જીત માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો, બટલરની શાનદાર બેટિંગ

IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરના 89 રનના આધારે ગુજરાત સામે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બટલર સિવાય રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને 47 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી, યશસ્વી જયસ્àª
રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને જીત માટે 189 રનનો
ટાર્ગેટ આપ્યો  બટલરની શાનદાર બેટિંગ

IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત
ટાઇટન્સ અને સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઇડન
ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરના 89
રનના આધારે ગુજરાત સામે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બટલર સિવાય રાજસ્થાન તરફથી
કેપ્ટન સંજુ સેમસને 47 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી
,
યશસ્વી જયસ્વાલ બીજી ઓવરમાં ત્રણ રન બનાવીને
આઉટ થયો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા કેપ્ટન સંજુ સેમસને 26 બોલમાં 47 રનની
તોફાની ઇનિંગ રમીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. બીજા છેડે બટલર ધીમી
બેટિંગ કરી રહ્યો હતો. તેણે 42 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. 17મી ઓવરમાં બટલરને ચાર
ચોગ્ગાની મદદથી રિધમ મળ્યો અને ત્યારબાદ આ બોલરે 56 બોલમાં 12 ચોગ્ગા અને બે
છગ્ગાની મદદથી 89 રનની ઇનિંગ રમી. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન
બનાવ્યા હતા.

Advertisement


પોઈન્ટ ટેબલમાં નંબર વન ક્રમાંકિત ગુજરાત ટાઈટન્સ અને બીજા નંબરની
રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ઘણી મહત્વની બની રહી છે. આજની મેચમાં જે પણ ટીમ જીતશે
તે ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. આ સાથે મોટી વાત એ છે કે વિજેતા ટીમને આજની મેચ
બાદ લગભગ પાંચ દિવસનો બ્રેક મળશે
જેથી ટીમ ફાઈનલ માટે પૂરતી તૈયારી કરી શકશે. બીજી તરફ આજે જે ટીમ હારે છે તે બહાર નહીં થાયપરંતુ તેને વધુ એક મેચ રમવા મળશે.

Advertisement


હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમે તેની પ્રથમ સિઝનમાં શાનદાર
પ્રદર્શન કર્યું છે. ટીમની સૌથી મોટી તાકાત એ છે કે
ટીમમાં ઘણા મેચ વિનર છે. ક્યારેક
રાશિદ ખાન કમાલ કરે છે
તો ક્યારેક હાર્દિક પંડ્યા મેચ જીતાડે છે. ક્યારેક ડેવિડ મિલર તો
ક્યારેક રાહુલ તેવટિયા ટીમ માટે વરદાન સાબિત થાય છે. ટીમની તાકાત એ પણ છે કે તેમની
સાથે આશિષ નેહરા જેવો કોચ છે
જે સતત ક્રિકેટ અને તકને સમજે છેતેનાથી કેપ્ટનનું કામ સરળ થઈ જાય છે.
ટીમની તાકાત રાશિદ ખાન પણ છે
જે કોઈપણ સ્થિતિમાં વિકેટ લેવા માટે જાણીતો છે. બીજી તરફમોહમ્મદ શમી શરૂઆતમાં પોતાનું કામ કરે છે.

Advertisement

Tags :
Advertisement

.