રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો
ઈન્ડિયન
પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝનની 13મી લીગ મેચ મુંબઈના વાનખેડે
સ્ટેડિયમમાં બે રોયલ ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ
મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 170 રનનો ટાર્ગેટ
આપ્યો છે. રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 169 રન ફટકાર્યા
હતા. આ મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજે પણ
જોસ બટલરની શાનદાર બેટિંગ જોવા મળી હતી. જોસ બટલરે 47 બોલમાં શાનદાર 70 રન
ફટકાર્યા હતા. જ્યારે હેટમાયરે પણ શાનદાર બેટિંગ કરતા 31 બોલમાં 42 રન ફટકાર્યા
હતા.
A solid 7⃣0⃣* from @josbuttler & some handy contributions from @SHetmyer (4⃣2⃣*) & @devdpd07 (3⃣7⃣) guide Rajasthan Royals to 169/3. 👏 👏#RCB chase underway 👍 👍 Scorecard ▶️ https://t.co/mANeRaI91i #TATAIPL | #RRvRCB pic.twitter.com/AEZ9k0cFQq — IndianPremierLeague (@IPL) April 5, 2022 " title="" target="">javascript:nicTemp();
રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે
રાજસ્થાન રોયલ્સની ટીમ અગાઉની મેચ જેવી જ છે. રાજસ્થાન રોયલ્સનું સુકાની સંજુ
સેમસન છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું સુકાની ફાફ ડુ પ્લેસીસ છે, જેમની
પાસે ટીમને પ્રથમ વખત ચેમ્પિયન બનાવવાની જવાબદારી છે. IPL
2022માં રાજસ્થાને સારી શરૂઆત કરી હતી, જ્યારે
બેંગ્લોરની ટીમને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનની નજર આ સિઝનમાં
જીતની હેટ્રિક પર છે.
રાજસ્થાન
રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન):
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત
પડિકલ, સંજુ
સેમસન (સી એન્ડ ડબલ્યુ), શિમરોન હેટમાયર, રિયાન
પરાગ, રવિચંદ્રન
અશ્વિન, નવદીપ
સૈની, ટ્રેન્ટ
બોલ્ટ, પ્રણંદ
કૃષ્ણા, યુઝવેન્દ્ર
ચહલ.
રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન):
ફાફ ડુ પ્લેસિસ (સી), અનુજ
રાવત, વિરાટ
કોહલી, દિનેશ
કાર્તિક (વિકેટ), શેરફેન રધરફોર્ડ, શાહબાઝ
અહેમદ, વનિન્દુ
હસરાંગા, ડેવિડ
વિલી, હર્ષલ
પટેલ, આકાશ
દીપ, મોહમ્મદ
સિરાજ.