Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 24 રને હરાવ્યું, રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી

IPL 2022 ની 63મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ રાજસ્થાન રોયલ્સે 24 રને જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 8 વિકેટે 154 રન જ બનાવી શકી હતી. ટીમને 24 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ માટે ડેકાકે 7, કેપ્ટન કેએલ રાહુલે 10 રન બનાવ્યા હતા. બàª
06:24 PM May 15, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 63મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને
બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ રાજસ્થાન રોયલ્સે 24 રને જીતી લીધી છે.
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે
20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ 20
ઓવરમાં
8 વિકેટે 154 રન જ બનાવી શકી હતી. ટીમને 24 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ માટે ડેકાકે 7, કેપ્ટન
કેએલ રાહુલે
10 રન બનાવ્યા હતા. બદોની ખાતું ખોલાવી શક્યા ન હતા. દિપક હુડ્ડા 59
રન બનાવીને આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા
25 રન બનાવી શક્યો હતો. સ્ટેનિશે 27 રનની ઇનિંગ રમી હતી.

javascript:nicTemp();

રાજસ્થાનનો ઓપનર જોસ બટલર 6 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વીએ 29 બોલમાં 46 રન, કેપ્ટન સંજુ સેમસને 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. પડિકલે 18 બોલમાં 39 રનની ઇનિંગ રમી હતી. પરાગ 17 રન બનાવી શક્યો હતો. નીશમે 14 રન બનાવ્યા હતા. બોલ્ટ 17 રન બનાવીને અણનમ રહ્યો હતો. લખનૌના 13 મેચમાં 16 પોઈન્ટ છે અને તે ટેબલમાં ત્રીજા
સ્થાને સરકી ગઈ છે. રોયલ્સની ટીમે પ્લેઓફની રેસમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
ટીમ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.


Tags :
GujaratFirstIPL2022LucknowSuperGiantsRajasthanRoyalsTarget
Next Article