Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું, RR ટોપ-2માં પહોંચી

IPL 2022 ની 68મી મેચમાં સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. આ જીત સાથે RR પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. પહેલા બેટિંગ કરતા CSKએ મોઈન અલીના 93 રનના આધારે રાજસ્થાન સામે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર આરઆર દ્વારા 2 બોલ બાકી રહેતા હાંસલ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 59 અને અશ્વિને 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન C
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું  rr ટોપ 2માં પહોંચી

IPL
2022
ની 68મી મેચમાં સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર
કિંગ્સને
5 વિકેટે હરાવ્યું. આ જીત સાથે RR પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. પહેલા બેટિંગ કરતા CSKએ મોઈન અલીના 93 રનના આધારે રાજસ્થાન સામે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોર આરઆર દ્વારા 2 બોલ બાકી રહેતા હાંસલ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 59 અને અશ્વિને 40 રનની અણનમ ઇનિંગ રમી
હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન
CSKની 14 મેચમાં આ 10મી હાર છે.

 
Advertisement

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 150 રન
બનાવ્યા હતા. મોઈન અલીએ સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. મોઈનની બેટિંગ જોઈને એવું
લાગી રહ્યું હતું કે ચેન્નાઈ મોટો સ્કોર કરવા જઈ રહી છે
, પરંતુ તેના આઉટ થયા બાદ ચેન્નાઈની ગતિ ધીમી પડી ગઈ હતી. મોઈન સિવાય એમએસ
ધોનીએ
CSK માટે સૌથી વધુ 26 રન
બનાવ્યા હતા. ડેવોન કોનવેએ 16 રન બનાવ્યા હતા.આ જીત સાથે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં
બીજા સ્થાને પહોંચી ગયું છે. ટીમ ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ ક્વોલિફાયર રમશે.

Tags :
Advertisement

.