Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સ ઘુંટણીએ, દિલ્હીને જીત માટે આપ્યો 116 રનનો ટાર્ગેટ

IPL 2022ની 32મી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 116 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે.દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પહેલા બેટિંગ માટે બોલાવી હતી. દિલ્હી કેપિટલ્સે તેમના બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે પંજાબ કિંગ્સને 115 રનમાં રોકી દીધું હતું. દિલ્હીને જીતવા માટે 116 રનની જરૂર છે. પંજાબ તરફથી વિકેટકીપર જીતેશ શà
દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સ ઘુંટણીએ  દિલ્હીને જીત માટે આપ્યો 116 રનનો ટાર્ગેટ

IPL 2022ની 32મી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 116 રનનો ટાર્ગેટ
આપ્યો છે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે.દિલ્હી કેપિટલ્સના
કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પહેલા બેટિંગ માટે બોલાવી હતી.
દિલ્હી કેપિટલ્સે તેમના બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે પંજાબ
કિંગ્સને
115 રનમાં રોકી દીધું હતું. દિલ્હીને જીતવા માટે 116 રનની જરૂર છે.
પંજાબ તરફથી વિકેટકીપર જીતેશ શર્માએ સૌથી વધુ
32 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી ખલીલ
અહેમદ
, લલિત યાદવે, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

Advertisement


આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ
કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
હતી. પરંતુ મેચ શરૂ થવાના થોડા કલાકો
પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમનો બીજો વિદેશી ખેલાડી કોવિડ-
19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂઝીલેન્ડના આ ખેલાડી પહેલા
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શને કોરોનાનો ચેપ લાગ્યો હતો
. જેનાથી તેની
ટીમમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા છ થઈ ગઈ છે.
બંને ટીમોની નજર વિજયના માર્ગે પરત ફરવા પર રહેશે અને બેટ્સમેનો
સફળતાની ચાવી સાબિત થશે.

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કુલ 28 મેચ રમાઈ છે. જેમાં પંજાબે 15 મેચ જીતી છે જ્યારે દિલ્હીની ટીમ 13 મેચ જીતી છે.

Advertisement


દિલ્હી કેપિટલ્સ:

Advertisement

પૃથ્વી શો, ડેવિડ વોર્નર,
ઋષભ પંત (w/c), રોવમેન પોવેલ,
લલિત યાદવ, સરફરાઝ ખાન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ખલીલ અહેમદ.



પંજાબ કિંગ્સ:

મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા
(વિકેટમેન)
, શાહરૂખ ખાન, કાગીસો રબાડા,
નાથન એલિસ, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ.

 

Tags :
Advertisement

.