રોમાંચક મુકાબલામાં મુંબઈ સામે પંજાબ કિંગ્સની શાનદાર 12 રને જીત, મુંબઈની સતત 5મી હાર
IPLની
15મી સિઝનની 23મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ
અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 198
રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 186 રન જ બનાવી શકી હતી. પંજાબે આ
મેચ 12 રને જીતી લીધી હતી. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની આ
સતત પાંચમી હાર છે.
Match 23. Punjab Kings Won by 12 Run(s) https://t.co/QpRklNkyHm #MIvPBKS #TATAIPL #IPL2022 — IndianPremierLeague (@IPL) April 13, 2022 " title="" target="">javascript:nicTemp(); મુંબઈ પંજાબ
ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી હતી. પરંતુ રોહિત 28 અને કિશન
ત્રણ રન બનાવીને સતત ઓવરમાં પેવેલિયન પરત ફર્યા છે. જો કે તે પછી બ્રેવિસ અને તિલક
એ ઇનિંગ્સને સંભાળી લીધી હતી. બ્રેવિસ 49 રન બનાવીને
પેવેલિયન પરત ફર્યો હતો. તિલક વર્મા 36 રન બનાવીને રનઆઉટ થયો
હતો. પોલાર્ડ 10 રન બનાવીને રનઆઉટ થયો હતો.
તરફથી શિખર ધવને 70 રન બનાવ્યા છે. પંજાબના ઓપનર શિખર ધવન અને મયંક
અગ્રવાલે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. મયંક અને ધવને પ્રથમ વિકેટ માટે 97
રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટો 13 બોલમાં 12
રન બનાવીને આઉટ થયો હતો. લિવિંગસ્ટોન 3 બોલમાં
2 રન બનાવીને બુમરાહના હાથે બોલ્ડ થયો હતો. ધવને 50 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 70 અને
મયંકે 32 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા, જ્યારે જીતેશે 15 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 30 રન
બનાવ્યા હતા. છ બોલમાં 15 રનની તોફાની ઇનિંગ રમી હતી.