Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંજાબ કિંગ્સની શાનદાર જીત, ગુજરાત ટાઈટન્સને 8 વિકેટે હરાવ્યું

IPL 2022 ની 48મી મેચ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબ કિંગ્સની આ મેચમાં 8 વિકેટે શાનદાર જીત થઈ છે. IPL 2022ના પોઈન્ટ ટેબલમાં આ જીત સાથે પંજાબ કિંગ્સ 8માથી 5મા ક્રમે પહોંચી ગઈ છે. નંબર વન પર અત્યારે માત્ર ગુજરાતનો જ કબજો છે.IPL 2022માં ગુજરાત ટાઇટન્સનો આ બીજો પરાજય છે. અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાતને હરાવ્યું હતું. IPL પ્લેઓફની રેસમાં ગુજરાત સૌથી આગળ છે. આ સાથે જ પંજાબ કિંગ્સે પàª
06:19 PM May 03, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 48મી મેચ ગુજરાત
ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબ કિંગ્સની આ મેચમાં 8 વિકેટે
શાનદાર જીત થઈ છે.
IPL 2022ના પોઈન્ટ ટેબલમાં આ જીત સાથે પંજાબ કિંગ્સ 8માથી 5મા ક્રમે પહોંચી ગઈ છે. નંબર વન
પર અત્યારે માત્ર ગુજરાતનો જ કબજો છે.
IPL 2022માં ગુજરાત ટાઇટન્સનો આ બીજો
પરાજય છે. અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાતને હરાવ્યું હતું.
IPL પ્લેઓફની રેસમાં ગુજરાત સૌથી
આગળ છે. આ સાથે જ પંજાબ કિંગ્સે પણ પોતાની આશા જીવંત રાખી છે. આ મેચમાં કેપ્ટન
હાર્દિક પંડ્યાએ ખૂબ જ બહાદુરીભર્યો નિર્ણય લીધો હતો. સાંજની મેચ હોવા છતાં તેઓએ
ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

javascript:nicTemp();

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે સાઇ સુદર્શનના 50 બોલમાં 65 રનના આધારે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી
રિદ્ધિમાન સાહાએ
21 રન
બનાવ્યા હતા જ્યારે ડેવિડ મિલર અને રાહુલ ટીઓટિયાએ
11-11 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ
ડબલ ફિગરને પાર કરી શક્યું નથી.
પંજાબ કિંગ્સ તરફથી કાગિસો
રબાડાએ
4, ઋષિ ધવન, લિયામ
લિવિંગસ્ટોન અને અર્શદીપે એક-એક વિકેટ લીધી હતી.


144 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ સારી શરૂઆત કરી શકી ન
હતી.
પરંતુ
ઓપનર શિખર ધવને ભાનુકા રાજપક્ષે સાથે
87 રનની ભાગીદારી કરીને ગુજરાતને
મેચમાંથી બહાર કરી દીધું હતું. શિખર ધવને
53 બોલમાં 62 રન બનાવ્યા હતા, જ્યારે રાજપક્ષે 28 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. લિયામ
લિવિંગસ્ટોને
10 બોલમાં 30 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસને 1-1 વિકેટ ઝડપી હતી.

 

Tags :
GujaratFirstGujaratTitansIPL2022PunjabKings
Next Article