Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 54 રને હરાવ્યું, CSKની સતત ત્રીજી હાર

મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સે IPL 2022ની 11મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 54 રનથી હરાવ્યું. આ સાથે CSKએ હારની હેટ્રિક પણ નોંધાવી હતી. સીએસકે સીઝન 15 ની શરૂઆતની મેચમાં KKR દ્વારા હરાવ્યું હતું, ત્યારબાદ તેઓ લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા પરાજય પામ્યા હતા. પહેલા બેટિંગ કરતા પંજાબે ચેન્નાઈ સામે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ આ સ્કોર સામે CSKની આખી ટીમ 126 રનમાં સમેટાઈ ગઈ હતી. પંજાબ તરફà
05:51 PM Apr 03, 2022 IST | Vipul Pandya

મયંક અગ્રવાલની આગેવાની હેઠળની પંજાબ
કિંગ્સે
IPL 2022ની
11મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 54 રનથી હરાવ્યું. આ સાથે
CSK
હારની હેટ્રિક પણ નોંધાવી હતી. સીએસકે સીઝન 15 ની શરૂઆતની મેચમાં
KKR દ્વારા
હરાવ્યું હતું
, ત્યારબાદ
તેઓ લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા પરાજય પામ્યા હતા. પહેલા બેટિંગ કરતા પંજાબે
ચેન્નાઈ સામે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો
, પરંતુ આ સ્કોર સામે CSKની
આખી ટીમ 126 રનમાં સમેટાઈ ગઈ હતી. પંજાબ તરફથી બેટિંગમાં ડેન્ટ બનાવનાર લિયામ
લિવિંગસ્ટોએ 60 રન બનાવ્યા અને બે વિકેટ પણ લીધી. પંજાબની ટૂર્નામેન્ટમાં આ બીજી
જીત છે.

javascript:nicTemp();

CSK
તરફથી
શિવમ દુબેએ 57 રન બનાવ્યા હતા. પંજાબની શરૂઆત સારી રહી ન હતી. મયંક અગ્રવાલ 4 અને
રાજપક્ષે 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પંજાબને બીજી ઓવરમાં જ 14 રનમાં બે
ઝટકા લાગ્યા હતા. આ પછી બેટિંગ કરવા આવેલા લિયામ લિવિંગસ્ટોને 32 બોલમાં 60 રનની
તોફાની ઇનિંગ રમીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. આ દરમિયાન લિવિંગસ્ટોને 5
ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ધવને 24 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી.
ધવન અને લિવિંગસ્ટોન વચ્ચે ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ હતી. આ બે વિકેટ
પડ્યા બાદ પંજાબ પત્તાની જેમ પડી ભાંગ્યું હતું. ક્રિસ જોર્ડન અને પ્રિટોરિયસને
2-2 વિકેટ મળી હતી.

Tags :
ChennaiSuperKingscskwonthetossGujaratFirstIPL2022PunjabKingsWon
Next Article