ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 194 રનનો ટાર્ગેટ આપ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022 ની 65મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં સનરાઈઝર્સ હૈદરાબાદે બેટિંગ કરવા ઉતરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ છે. જવાબમાં મુંબઈએ પ્રથમ 3 ઓવરમાં એકપણ વિà
01:47 PM May 17, 2022 IST | Vipul Pandya

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022 ની 65મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં સનરાઈઝર્સ હૈદરાબાદે બેટિંગ કરવા ઉતરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ છે. જવાબમાં મુંબઈએ પ્રથમ 3 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 20 રન બનાવ્યા હતા. ઈશાન કિશન અને રોહિત શર્મા ક્રિઝ પર છે.
અભિષેક શર્મા 9 રન બનાવીને આઉટ થયો હતો. પ્રિયા ગર્ગે 42 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરન 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી 76 રન બનાવીને આગળ ગયો હતો. એડન માર્કરામ 2 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર 9 રન બનાવીને બોલ્ડ થયો હતો. રમનદીપ સિંહને 3 વિકેટ મળી હતી જ્યારે રિલે મેરેડિથને બે અને બુમરાહને એક વિકેટ મળી હતી.
મુંબઈ અને હૈદરાબાદે ટીમમાં બે-બે ફેરફાર કર્યા છે. મુંબઈએ હૃતિક શોકીન અને કુમાર કાર્તિકેયને પડતો મૂક્યો છે, જ્યારે સંજય યાદવ અને મયંક માર્કંડેયાને તક આપવામાં આવી છે. હૈદરાબાદમાં શશાંક સિંહ અને માર્કો જાન્સેનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે પ્રિયમ ગર્ગ અને ફઝલ ફારૂકીને તક મળી છે.
Tags :
GujaratFirstIPL2022MumbaiIndiansSunRisersHyderabad
Next Article