'કરો યા મરો'ના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈને છેલ્લી તક, MIએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
પાંચ વખતની
ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL
2022ની 59મી મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ચેન્નાઈ
સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસે આજે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં
આઈપીએલ પ્લેઓફની આશા જીવંત રાખવાની એક છેલ્લી તક છે. આ મેચ જીત્યા બાદ જ બાકીની
મેચોમાં ચેન્નાઈની આશાઓ ટકી રહેશે.
જો ચેન્નાઈ હારશે
તો તે પણ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ચેન્નાઈના 11 મેચમાં ચાર જીતથી આઠ પોઈન્ટ છે અને તે ટેબલમાં નવમા ક્રમે છે, જે મુંબઈથી એક સ્થાન ઉપર છે. IPLની સૌથી સફળ બે ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે
આ સિઝન નિરાશાજનક રહી. પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી મુંબઈ પાસે ગુમાવવા જેવું
કંઈ નથી. મુંબઈ હવે પ્રતિષ્ઠા માટે રમશે, જ્યારે ચેન્નાઈ ટેકનિકલી રીતે હજુ પણ દોડમાં છે જો બાકીની મેચોનું
પરિણામ તેમના માટે સારું આવે.
ચેન્નાઈ સુપર કિંગ્સ:
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, રોબિન ઉથપ્પા, શિવમ દુબે, અંબાતી રાયડુ, એમએસ ધોની, મોઈન અલી, ડ્વેન બ્રાવો, મહેશ થેક્ષના, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી
મુંબઈ ઈન્ડિયન્સ:
રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, રમણદીપ સિંહ/અનમોલપ્રીત સિંહ, ટિમ ડેવિડ, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, કુમાર કાર્તિકેય, જસપ્રિત બુમરાહ, રિલે મેરેડિથ