Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 152 રનનો ટાર્ગટે આપ્યો, સુર્યકુમારની શાનદાર ફિફ્ટી

IPLની વર્તમાન સિઝનની 18મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડ઼િયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 151 રન ફટકાર્યા છે. મુંબઈએ બેંગ્લોરને જીત માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ તરફથી સુર્યકુમાર યાદવે 37 બોલમાં શà
04:07 PM Apr 09, 2022 IST | Vipul Pandya

IPLની
વર્તમાન સિઝનની
18મી મેચ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પુણેના એમસીએ સ્ટેડિયમમાં
રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડ઼િયન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ
પસંદ કરી છે.
મુંબઈ
ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 151 રન
ફટકાર્યા છે. મુંબઈએ બેંગ્લોરને જીત માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ તરફથી
સુર્યકુમાર યાદવે 37 બોલમાં શાનદાર 68 રનની ઈનિંગ રમી હતી. ઈશાન કિશન અને રોહિત
શર્માએ 26-26 રન ફટકાર્યા હતા.


javascript:nicTemp();


મુંબઈ અત્યાર સુધીની ત્રણેય મેચ હારી ગયેલી
સિઝનની તેમની પ્રથમ જીતનો પ્રયત્ન કરશે. આ સાથે જ બેંગ્લોરની ટીમે
3માંથી 2 મેચ જીતી છે. RCBની કમાન
ફાફ ડુ પ્લેસિસ સંભાળે છે
, જ્યારે મુંબઈની કમાન રોહિત શર્મા
સંભાળે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને
મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સૌથી મોટા સમાચાર એ છે
કે ગ્લેન મેક્સવેલ આ સિઝનની પ્રથમ મેચ રમવા જઈ રહ્યો છે. લગ્નના કારણે તે
આઈપીએલમાં મોડો જોડાયો હતો પરંતુ હવે તે પ્લેઈંગ-11નો ભાગ છે. બીજી તરફ મુંબઈ
ઈન્ડિયન્સે પણ પોતાની ટીમમાં જયદેવ ઉનડકટ અને રમનદીપ સિંહને સ્થાન આપ્યું છે.


મુંબઈ
ઈન્ડિયન્સ પ્લેઈંગ-11: 

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, રમનદીપ સિંહ, મુરુગન અશ્વિન, જયદેવ ઉનડકટ, જસપ્રિત બુમરાહ, બેસિલ થમ્પી


રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ-11: 

ફાફ ડુ પ્લેસિસ, અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, ડેવિડ વિલી, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, આકાશદીપ, મોહમ્મદ સિરાજ

Tags :
GujaratFirstIPL2022MumbaiIndiansRoyalChallengersBangalore
Next Article