Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું, ધોનીની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર

IPL 2022 ની 59મી મેચમાં, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 16 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 97 રન જ બનાવી શકી હતી. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 14.5 ઓવરમાં 5 વિકેટે 103 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈએ ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું. મુંબઈ તરફથી તિલક વર્માએ 34 રન બનાવ્યા હતા. નાના લક્ષ્àª
05:46 PM May 12, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 59મી મેચમાં, પાંચ વખતની
ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ
16 ઓવરમાં તમામ
વિકેટ ગુમાવીને
97 રન જ બનાવી શકી હતી. જવાબમાં મુંબઈ
ઈન્ડિયન્સે
14.5 ઓવરમાં 5 વિકેટે 103 રન બનાવીને
મેચ જીતી લીધી હતી. મુંબઈએ ચેન્નાઈને
5 વિકેટે હરાવ્યું. મુંબઈ તરફથી તિલક
વર્માએ
34 રન બનાવ્યા
હતા. નાના લક્ષ્યનો પીછો કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત પણ સારી રહી ન હતી.
પાવરપ્લેમાં ટીમે
4 વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશન 6, રોહિત 18 રન બનાવીને
આઉટ થયા હતા. સેમ્સ
1 રન, રિતિક 18 રન અને
ડેવિડ
17 રન બનાવીને
આઉટ થયો હતો.

javascript:nicTemp();

ચેન્નાઈ તરફથી ધોનીએ સૌથી વધુ 36 રન બનાવ્યા
હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સેમસે ત્રણ
, મેડેરિથ અને કાર્તિકેયે બે-બે વિકેટ લીધી
હતી. ચેન્નાઈના બેટ્સમેન ડેવોન કોનવે અને મોઈન અલી ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ
ગયા હતા. ઉથપ્પાએ
1, ઋતુરાજે 7 અને રાયડુએ 10 રન બનાવ્યા
હતા. શિવમ દુબે પણ
10 રન બનાવીને આઉટ થયો હતો. ડ્વેન બ્રાવો 12 રન અને
સિમરજીત બે રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા.આ મેચ હારતાની સાથે ચેન્નાઈ સુપર
કિંગ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

Tags :
ChennaiSuperKingsGujaratFirstIPL2022MumbaiIndians
Next Article