Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈએ 5 વિકેટે મેચ જીતી દિલ્હીનું સપનું તોડ્યું, બેંગ્લોર પ્લે ઓફમાં પહોંચ્યું

રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે આઈપીએલની વર્તમાન સિઝનની તેમની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીતથી દિલ્હીને મોટું નુકસાન થયું કારણ કે તેના પ્લેઓફના સપના ચકનાચૂર થઈ ગયા. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ફાયદો મળ્યો હતો. બેંગ્લોરે હવે પ્લેઓફની ટિકિટ કાપી લીધી છે. જેના કારણે પ્લેઓફમાં પહોંચનારી 4 ટીમો પણ નક્કી થઈ ગઈ હતી.
મુંબઈએ 5 વિકેટે મેચ જીતી
દિલ્હીનું સપનું તોડ્યું  બેંગ્લોર પ્લે ઓફમાં પહોંચ્યું

રેકોર્ડ 5 વખતની
ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે આઈપીએલની વર્તમાન સિઝનની તેમની છેલ્લી લીગ
મેચમાં દિલ્હી કેપિટલ્સને
5 વિકેટે
હરાવ્યું હતું. આ જીતથી દિલ્હીને મોટું નુકસાન થયું કારણ કે તેના પ્લેઓફના સપના
ચકનાચૂર થઈ ગયા. જોકે
, રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ફાયદો મળ્યો હતો. બેંગ્લોરે હવે પ્લેઓફની ટિકિટ કાપી
લીધી છે. જેના કારણે પ્લેઓફમાં પહોંચનારી
4 ટીમો પણ નક્કી થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે આ
મેચમાં બેંગ્લોરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરી રહી હતી. રોહિત શર્માની
સુકાની ટીમે આવી જીત સાથે સિઝનને વિદાય આપી.

 
Advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફ માટે ક્વોલિફાય થયું ત્યાર
બાદ ગુજરાત ટાઇટન્સ
, રાજસ્થાન
રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો નંબર આવે છે. બેંગ્લોરની ટીમ ટેબલમાં ચોથા સ્થાને
છે. તેણે
14માંથી 8 મેચ જીતી
અને
16 પોઈન્ટ
મેળવ્યા. લખનૌ અને રાજસ્થાને
9-9 મેચ જીતી હતી જ્યારે ગુજરાતે 14માંથી 10 મેચ જીતી હતી. ખાસ વાત એ છે કે ગુજરાત અને લખનૌ
પ્રથમ વખત આ લીગમાં પ્રવેશ્યા છે અને તેમની પ્રથમ સિઝનમાં જ પ્લેઓફમાં જગ્યા
બનાવવામાં સફળ રહ્યા છે. હવે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ
24મી મેના રોજ
ક્વોલિફાયર-
1માં એકબીજા
સામે ટકરાશે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
25મી મેના રોજ
એલિમિનેટરમાં ટકરાશે.

Tags :
Advertisement

.