બેંગ્લોરે પહેલી જ મેચમાં 205 રન ફટકાર્યા, પંજાબને જીતવા 206 રનનો ટાર્ગેટ, પ્લેસિસ, કાર્તિક અને કોહલીની ધુંઆધાર બેટિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની
ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ આમને-સામને છે. બંને
ટીમો નવા કેપ્ટનના નેતૃત્વમાં મેદાનમાં છે. એક તરફ, બેંગલુરુની
કમાન ફાફ ડુ પ્લેસિસના હાથમાં છે, જ્યારે
પંજાબની કમાન હવે મયંક અગ્રવાલ સંભાળી રહી છે. આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. બેગ્લોરે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ 205 રન ફટકાર્યા હતા. બેંગ્લોરે પંજાબને જીત
માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલમાં રમાઈ રહી છે બંને ટીમોની આ સિઝનની આ પ્રથમ મેચ છે.
પંજાબ સામે બેંગ્લોરની આક્રમક બેટિંગ જોવા મળી હતી. ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકે ધુંઆધાર બેટિંગ કરી હતી. પંજાબ કિંગ્સે શાનદાર શરૂઆત કરી હતી. ફાફ ડુ પ્લેસિસે શાનદાર બેટિંગ કરતા 57 બોલમાં 88 રન ફટકાર્યા છે. જ્યારે વિરાટ કોહલીની પણ શાનદાર બેટિંગ જોવા મળી હતી. વિરાટ કોહલીએ 29 બોલમાં 31 રન ફટાકાર્યા હતા. તો દિનેશ કાર્તિકે 14 બોલમાં તાબડતોબ 32 રન ફટકાર્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઈંગ-11: ફાફ ડુ પ્લેસીસ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, રધરફોર્ડ, વિરાટ
કોહલી, ડેવિડ વિલી, વી. હસરંગા, શાહબાઝ નદીમ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ
પંજાબ કિંગ્સ પ્લેઈંગ-11: મયંક
અગ્રવાલ, શિખર ધવન, લિયામ
લિવિંગસ્ટોન, બી. રાજપક્ષે, ઓ. સ્મિથ, શાહરૂખ
ખાન, આર. બાવા, એ.
સિંઘ, એચ. બ્રાર, સંદીપ શર્મા, રાહુલ ચાહર