ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સામે 7 વિકેટે 210 રન ફટકાર્યા

IPL 15ની 7મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે ઉથપ્પાએ 50 અને શિવમે 49 રન બનાવ્યા હતા. રાયડુએ 27, જાડેજાએ 17 અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 6 બોલમાં 16 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 22 બોલમાં 35 રનની શાનદાર ઇનિંગ રમી હતી. લખનૌ તરફથી અવેશ ખાન, એન્ડ્ર્યુ ટાય અને બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. 211 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે એક ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 1 રન બનાવ્યો હતો. કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક ક્રિઝ પર છે
IPL
15 ની 7મી મેચમાં લખનૌ
સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય
કર્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કર્યા બાદ ચેન્નાઈ અને લખનૌ બંને મેચ હારી
ગયા હતા અને બ્રેબોર્ન સ્ટેડિયમની સ્થિતિ પણ અલગ નથી જ્યાં બીજી ઈનિંગ દરમિયાન
ઝાકળની મોટી અસર થઈ શકે છે.