લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને જીત માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો
IPL 2022ની 42મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ
જીતીને બોલિંગ પસંદ કરી છે. લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20
ઓવરમાં 8 વિકેટ ગુમાવીને
153 રન ફટકાર્યા છે. રબાડા અને રાહુલ ચહરને બોલિંગ
સામે લખનૌ પાણીમાં બેસી ગઈ હતી અને માત્ર 153 રન જ ફટકારી શકી હતી. લખનૌ તરફથી ડી
કોકે સૌથી વધુ 46 રન ફટકાર્યા હતા. દિપક હુડ્ડાએ 34 રનનું યોગદાન આપ્યું હતું.
કે.એલ.રાહુલ આજે નિષ્ફળ સાબિત થયો હતો અને માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
હતો. કૃણાલ પંડ્યા 7 રન, સ્ટોનિસ 1 રન, બદોની 4 રન, હોલ્ડરે 11 રન ફટકાર્યા હતા.
ચમીરાએ 17 રનનું યોગદાન આપ્યું હતું.
કે.એલ.રાહુલની આગેવાની હેઠળ લખનૌ
પોઈન્ટ ટેબલમાં 8માંથી 5 જીત સાથે ટોપ 4માં છે. જ્યારે પંજાબ 4 જીત સાથે 7મા સ્થાને છે. લખનૌએ તેની છેલ્લી
મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 36 રને હરાવ્યું હતું.
લખનૌ સુપર જાયન્ટ્સ
ક્વિન્ટન ડી કોક
(wk), KL રાહુલ (c), મનીષ પાંડે, કૃણાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, જેસન હોલ્ડર, અવેશ ખાન/મોહસીન ખાન, દુષ્મંથા ચમીરા, રવિ બિશ્નોઈ
પંજાબ કિંગ્સ
શિખર ધવન, મયંક અગ્રવાલ (સી), ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જોની બેરસ્ટો, જીતેશ શર્મા (વિકેટમેન), ઋષિ ધવન,
કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા