Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લખનૌના બોલરો સામે કોલકાતા ઘુંટણીએ, LSGએ KKRને 75 રને હરાવ્યું

IPL 2022 ની 53મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 14.3 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 101 રન જ બનાવી શકી હતી. કોલકાતાને 75 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.javascript:nicTemp(); લખનૌ તરફથી દીપક હુડ્ડાએ 41 રન, માર્કસ સ્ટોઇન
05:42 PM May 07, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 53મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે
કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ
બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે
20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 14.3 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 101 રન જ બનાવી શકી હતી. કોલકાતાને 75 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

javascript:nicTemp();

લખનૌ તરફથી દીપક હુડ્ડાએ 41 રન, માર્કસ સ્ટોઇનિસે 28 અને કૃણાલ પંડ્યાએ 25 રનનું યોગદાન આપ્યું હતું. KKR તરફથી આન્દ્રે રસેલે બે જ્યારે સુનીલ નારાયણ, ટિમ સાઉથી અને શિવમ માવીએ એક-એક વિકેટ લીધી હતી. કેએલ રાહુલની
આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ આ મેચમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર
પહોંચી ગઈ છે. લખનૌ
11માંથી 8 મેચ જીત્યું છે અને 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જ્યારે લખનૌ પ્લેઓફમાં
સ્થાન મેળવવાની નજીક છે.
ત્યારે KKR 11 મેચમાંથી ચાર જીતથી આઠ પોઈન્ટ ધરાવે
છે અને હાલમાં તે નવમા ક્રમે છે.

 

Tags :
GujaratFirstIPL2022KolkataKnightRidersLucknowSuperGiants
Next Article