લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું, ડી કોકના શાનદાર 80 રન
IPL 2022 ની 15મી
મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં ઋષભ પંતની આગેવાની
હેઠળની દિલ્હી કેપિટલ્સ અને KL રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી
કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું છે. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ
કરવાનો નિર્ણય લીધો હતો. પૃથ્વી શૉની અડધી સદીના આધારે દિલ્હી કેપિટલ્સે લખનૌ સામે
150
રનનો
ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા લખનૌએ શાનદાર બેટિંગ કરી હતી. ડી કોકે
શાનદાર ફિફ્ટી ફટકારતા 52 બોલમાં 80 રન ફટકાર્યા હતા. તો કે.એલ.રાહુલે 24 રનનું યોગદાન
આપ્યું હતું. જ્યારે લેવિસ 5 અને હુડ્ડા 11 રને આઉટ થયા હતા.
દિલ્હી કેપિટલ્સ તરફથી પૃથ્વી શૉએ 34 બોલમાં
9 ચોગ્ગા
અને 2 છગ્ગાની
મદદથી 61 રનની
તોફાની ઇનિંગ રમીને દિલ્હીને ઝડપી શરૂઆત અપાવી હતી. દિલ્હીને પહેલો ફટકો 8મી
ઓવરમાં 67ના
સ્કોર પર લાગ્યો હતો. શૉની વિકેટ પડ્યા બાદ ટીમનું પતન થયું હતું. વોર્નર 4 અને
પોવેલ 3 રન
બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન રિષભ પંત (39)એ
સરફરાઝ ખાન (36) સાથે મળીને રન બનાવવાની જવાબદારી લીધી
અને ટીમને 149 રન સુધી પહોંચાડી. લખનૌએ ચુસ્ત બોલિંગ
કરી, છેલ્લી
ત્રણ ઓવરમાં 19 રન ખર્ચ્યા. બિશ્નોઈને બે અને ગૌતમને
એક વિકેટ મળી હતી.