WHAT A CHASE : લલિત યાદવ અને અક્ષર પટેલે મુંબઈના હાથમાંથી જીત છીનવી લીધી, દિલ્હીએ મુંબઈને 4 વિકેટે હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝનની બીજી મેચ રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ અક્ષર પટેલ અને લલિત યાદવે મેચનો પાસા ફેરવી નાખ્યો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું.
WHAT. A. CHASE. 🔥🔥@DelhiCapitals register their first victory of the season in style!
Scorecard - https://t.co/WRXqoHz83y #TATAIPL #DCvMI pic.twitter.com/prGmdPTAaN
— IndianPremierLeague (@IPL) March 27, 2022" title="" target="">javascript:nicTemp();
આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઈશાન કિશને 81 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 41 રન બનાવ્યા હતા. આ રીતે દિલ્હીને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ હતો જે દિલ્હીની ટીમે 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. અક્ષર પટેલ 17 બોલમાં 38 અને લલિત યાદવે 38 બોલમાં 48 રન બનાવીને અણનમ રહ્યા હતા.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. આ રીતે દિલ્હીને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ છે. મુંબઈ તરફથી ઈશાન કિશને 81 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 41 રન બનાવ્યા હતા.