લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો, 19મી ઓવરમાં 5 સિક્સર ફટકારી
IPL 2022 ની 53મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ
સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ
બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની
ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. દીપક હુડાએ 41 રન, માર્કસ સ્ટોઇનિસે 28 રન અને કૃણાલ પંડ્યાએ 25 રનનું યોગદાન આપ્યું હતું. KKR તરફથી આન્દ્રે રસેલે બે જ્યારે સુનીલ
નારાયણ, ટિમ સાઉથી અને શિવમ માવીએ એક-એક વિકેટ
લીધી હતી.
કેએલ રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ આ મેચ જીતીને પોઈન્ટ
ટેબલમાં ટોચ પર પહોંચવા ઈચ્છશે. રાહુલની શાનદાર બેટિંગના કારણે લખનૌએ 10માંથી સાત મેચ જીતી છે અને તે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા
સ્થાને છે. જ્યારે લખનૌની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવાની નજીક છે, ત્યારે KKRને પોતાની આશા જીવંત રાખવા હોય તો
કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. તેઓ 10 મેચમાંથી ચાર જીતથી આઠ પોઈન્ટ ધરાવે છે અને હાલમાં તે આઠમા સ્થાને
છે.
લખનઉ સુપર
જાયન્ટ્સ:
ક્વિન્ટન ડી
કોક, કેએલ રાહુલ (સી), દીપક હુડા,
માર્કસ સ્ટોઈનીસ, ક્રુણાલ
પંડ્યા, આયુષ બદોની, જેસન હોલ્ડર,
દુષ્માતા ચમીરા, અવેશ ખાન/કે
ગૌતમ, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ
કોલકાતા નાઈટ
રાઈડર્સઃ
બાબા
ઈન્દ્રજીત, એરોન ફિન્ચ,
શ્રેયસ ઐયર (સી), નીતિશ રાણા,
રિંકુ સિંહ, સુનીલ નારાયણ,
અનુકુલ રોય, આન્દ્રે રસેલ,
ઉમેશ યાદવ, ટિમ સાઉથી,
શિવમ માવી