Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો, નિતીશ રાણાની ફિફ્ટી

IPL 2022 ની 25મી મેચ શુક્રવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ હૈદરાબાદને જીત માટે રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતાની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન ફટકાર્યા છે. નિતીશ રાણાએ શાનદાર બેટિંગ કરતા શાનદાર ફિફ્ટી ફટકારી છે. રાણાએ 36 બોલમાં
કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 176 રનનો
ટાર્ગેટ આપ્યો  નિતીશ રાણાની ફિફ્ટી

IPL 2022 ની 25મી મેચ શુક્રવારે બ્રેબોર્ન
સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે.
હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ હૈદરાબાદને
જીત માટે રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતાની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20
ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન ફટકાર્યા છે. નિતીશ રાણાએ શાનદાર બેટિંગ કરતા શાનદાર
ફિફ્ટી ફટકારી છે. રાણાએ 36 બોલમાં 54 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે વૈંકટેશ ઐયર 6
રન, ફિન્ચ 7 રન, શ્રેયસ ઐયર 28 રન, સુનિલ નારાયણ 6 રન, જેકશન 7 રન, કમિન્સે 3 રન
ફટકાર્યા હતા. તો આન્દ્રે રસેલે પણ આક્રમક બેટિંગ કરી 25 બોલમાં 49 રન ફટકાર્યા હતા.  

Advertisement

 

આ સિઝનમાં ધીમી શરૂઆત બાદ
ન્યૂઝીલેન્ડના કેપ્ટનને તેની ગતિ મળી છે. કેન વિલિયમસને છેલ્લી બે મેચમાં
57 અને 32 રન બનાવ્યા છે. કોલકાતાએ આ સિઝનમાં પાંચમાંથી ત્રણ
મેચ જીતી છે જ્યારે હૈદરાબાદે ચારમાંથી બે મેચ જીતી છે. હૈદરાબાદે તેની છેલ્લી મેચ
ગુજરાત સામે આઠ વિકેટે જીતી હતી અને કોલકાતાએ દિલ્હી કેપિટલ્સ સામે
44 રનથી પરાજય મેળવ્યો હતો. બંને ટીમો જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. એરોન
ફિન્ચે કોલકાતા તરફથી ડેબ્યૂ કર્યું હતું.

Advertisement


કોલકાતા નાઈટ રાઈડર્સ
(પ્લેઈંગ ઈલેવન): 

Advertisement

એરોન ફિન્ચ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (સી), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન (વિકેટમાં), પેટ કમિન્સ, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, અમન હાકિમ ખાન, વરુણ ચક્રવર્તી

 

સનરાઈઝર્સ હૈદરાબાદ
(પ્લેઈંગ ઈલેવન): 

અભિષેક શર્મા, કેન વિલિયમસન (સી), રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન (ડબ્લ્યુ), એઈડન માર્કરામ, શશાંક સિંહ, જગદીશ સુચિથ, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન

Tags :
Advertisement

.