Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચ હાર પછી મળી જીત, રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2022 ની 47મી મેચમાં રાજસ્થાન સામે 7 વિકેટથી જીત નોંધાવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સને 5 હાર પછી આજે જીત મળી છે. KKRની જીતમાં નીતિશ રાણા અને રિંકુ સિંહ ચમક્યા હતા. જેમણે અનુક્રમે 48 અને 42 રનની અણનમ ઇનિંગ રમી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને કોલકાતા સામે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતાએ આ સ્કોર 5 બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો. આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને à
05:59 PM May 02, 2022 IST | Vipul Pandya

કોલકાતા
નાઈટ રાઈડર્સે
IPL 2022
ની 47મી મેચમાં રાજસ્થાન સામે 7 વિકેટથી જીત નોંધાવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સને 5
હાર પછી આજે જીત મળી છે.
KKRની જીતમાં નીતિશ રાણા અને રિંકુ
સિંહ ચમક્યા હતા.
જેમણે
અનુક્રમે 48 અને 42 રનની અણનમ ઇનિંગ રમી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને કોલકાતા
સામે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતાએ આ સ્કોર 5 બોલ બાકી રહેતા હાંસલ કર્યો
હતો. આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને પહોંચી ગયું છે
, જ્યારે
રાજસ્થાન ત્રીજા સ્થાને છે.

javascript:nicTemp();


મેચમાં
KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને
બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને
20
ઓવરમાં
5 વિકેટ ગુમાવીને 152 રન
બનાવ્યા હતા.
KKRને જીતવા માટે 153 રનનો
ટાર્ગેટ છે. લક્ષ્યનો પીછો કરતા
KKRની
શરૂઆત સારી રહી ન હતી
, પરંતુ શ્રેયસ
અય્યર અને નીતીશ રાણાએ ઇનિંગની જવાબદારી સંભાળી હતી. 
રાજસ્થાન
તરફથી જોસ બટલર અને દેવદત્ત પડિકલ ઓપનિંગમાં આવ્યા. પડિક્કલ
2 રન
બનાવીને આઉટ થયો હતો. જોસ બટલર
22 રન
બનાવીને આઉટ થયો હતો. સંજુ સેમસને ફિફ્ટી ફટકારી હતી. રિયાન પરાગ
19 અને
સેમસને
54 રન બનાવીને આઉટ થયા હતા. શિમરોન
હેટમાયર
27 રન અને આર અશ્વિન 6 રન
બનાવી અણનમ પરત ફર્યા હતા.
KKR માટે
ટિમ સાઉથીએ બે અને ઉમેશ યાદવ
, શિવમ
માવી અને અનુકુલ રોયને એક-એક વિકેટ મળી હતી.

Tags :
GujaratFirstIPL2022KKRWonKolkataKnightRidersRajasthanRoyals
Next Article