દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, CSK હારશે તો ટુર્નામેન્ટમાંથી ‘OUT’
IPL 2022 ની 55મી મેચ ગુરુ-શિષ્ય વચ્ચે એટલે કે મહેન્દ્ર સિંહ ધોની અને ઋષભ પંતની ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ચેન્નાઈ
સુપર કિંગ્સ પ્રથમ બેટિંગ કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી
કેપિટલ્સ વચ્ચે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સની
ટીમ પર કોરોનાનું સંકટ આવ્યુ છે. ડીસીના કેમ્પમાં કોરોનાની એન્ટ્રીએ કેટલાક
ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફને બાનમાં લીધા છે. CSK સામેની મેચ પહેલા પંતની ટીમનો એક નેટ બોલર ફરીથી કોરોના સંક્રમિત
જોવા મળ્યો હતો. જ્યારે પૃથ્વી શૉને વધુ તાવના કારણે
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વાતાવરણની અસર ક્યાંકને ક્યાંક દિલ્હીના
પ્રદર્શન પર પડશે.
આ સાથે જ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ
પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જવાથી એક ડગલું દૂર છે. જો CSK આજે હારી જાય છે, તો તેઓ IPL 2022 માંથી બહાર થનારી બીજી ટીમ બની જશે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ
પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં 7 મેચ હારી છે. જો ટીમને દિલ્હી સામે બીજી હાર થશે તો CSK પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયેલી મુંબઈ ઈન્ડિયન્સ પછી બીજી ટીમ બની
જશે. IPLમાં અત્યાર સુધીમાં ચેન્નાઈ સુપર
કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 26 મેચ રમાઈ છે. CSK
એ 16 મેચમાં જીત
મેળવી છે જ્યારે દિલ્હીની માત્ર 10 જીત થઈ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ:
ઋતુરાજ ગાયકવાડ,
ડેવોન કોનવે, મોઈન અલી, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ડ્વેન પ્રિટોરિયસ/ડ્વેન બ્રાવો, સિમરજીત સિંહ/શિવમ દુબે, મહેશ થેક્ષના,
મુકેશ ચોધાર.
દિલ્હી કેપિટલ્સ:
ડેવિડ વોર્નર,
પૃથ્વી શો/મનદીપ સિંહ, મિશેલ માર્શ, રિષભ પંત (C&W), રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ/રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર,
એનરિક નોર્ટજે, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ.