Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. ગુજરાતે તેની લીગમાં 14માંથી 20 મેચ જીતી છે. આ સાથે જ àª
01:39 PM May 24, 2022 IST | Vipul Pandya

IPL 2022
ની પ્રથમ ક્વોલિફાયર હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને સંજુ
સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ
રહી છે.
પ્રથમ ક્વોલિફાયર
મેચ
માં ગુજરાત
ટાઈટન્સે રાજસ્થાન સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે.
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત
ટાઇટન્સની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. ગુજરાતે તેની લીગમાં
14માંથી 20 મેચ જીતી છે. આ સાથે જ રાજસ્થાન પણ નવ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી
ગયું છે. સંજુ સેમસન રાજસ્થાનની કેપ્ટનશીપ કરી રહ્યો છે.


પોઈન્ટ ટેબલમાં નંબર વન ક્રમાંકિત ગુજરાત ટાઈટન્સ અને બીજા નંબરની
રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ઘણી મહત્વની બની રહી છે. આજની મેચમાં જે પણ ટીમ જીતશે
તે ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. આ સાથે મોટી વાત એ છે કે વિજેતા ટીમને આજની મેચ
બાદ લગભગ પાંચ દિવસનો બ્રેક મળશે
,
જેથી ટીમ ફાઈનલ માટે પૂરતી તૈયારી કરી
શકશે. બીજી તરફ
આજે જે ટીમ હારે છે તે બહાર નહીં થાય, પરંતુ તેને વધુ એક
મેચ રમવા મળશે.


હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમે તેની પ્રથમ સિઝનમાં શાનદાર
પ્રદર્શન કર્યું છે. ટીમની સૌથી મોટી તાકાત એ છે કે
, ટીમમાં ઘણા મેચ વિનર છે. ક્યારેક
રાશિદ ખાન કમાલ કરે છે
, તો ક્યારેક હાર્દિક પંડ્યા મેચ જીતાડે છે. ક્યારેક ડેવિડ મિલર તો
ક્યારેક રાહુલ તેવટિયા ટીમ માટે વરદાન સાબિત થાય છે. ટીમની તાકાત એ પણ છે કે તેમની
સાથે આશિષ નેહરા જેવો કોચ છે
,
જે સતત ક્રિકેટ અને તકને સમજે છે, તેનાથી કેપ્ટનનું
કામ સરળ થઈ જાય છે. ટીમની તાકાત રાશિદ ખાન પણ છે
, જે કોઈપણ સ્થિતિમાં વિકેટ લેવા માટે
જાણીતો છે. બીજી તરફ
, મોહમ્મદ શમી શરૂઆતમાં પોતાનું કામ કરે છે.

 

ગુજરાત ટાઇટન્સ

રિદ્ધિમાન સાહા (wk),
શુભમન
ગિલ
, મેથ્યુ
વેડ
, હાર્દિક
પંડ્યા (
c),
ડેવિડ
મિલર
, રાહુલ
તેવટિયા
, રાશિદ
ખાન
, આર
સાઈ કિશોર
, લોકી ફર્ગ્યુસન, યશ
દયાલ
, મોહમ્મદ
શમી

રાજસ્થાન રોયલ્સ

યશસ્વી જયસ્વાલ, જોસ
બટલર
, સંજુ
સેમસન (કેપ્ટન અને વિકેટકીપર)
, દેવદત્ત પડિકલ, શિમરોન
હેટમાયર
, રિયાન
પરાગ
, રવિચંદ્રન
અશ્વિન
, ટ્રેન્ટ
બોલ્ટ
, પ્રણભવ
કૃષ્ણ
, યુઝવેન્દ્ર
ચહલ અને ઓબેદ મેકકોય.

Tags :
firstqualifierGTvsRRGujaratFirstGujaratTitansIPL2022RajasthanRoyals
Next Article