Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 રને હરાવ્યું

IPL 2022ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 8 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે કેપ્ટન હાર્દિક પંડ્યાના 67 રનના આધારે કોલકાતાને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કોલકાતા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 148 રન જ બનાવી શકી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત કંઈ ખાસ કરી શકી ન હતી, પરંતુ શુભમન ગિલના રૂપમાં શરૂઆતી વિકેટો પડ્યા બાદ પંડ્યા અને રિદ્ધિમાન à
રોમાંચક મુકાબલામાં
ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 રને હરાવ્યું
Advertisement

IPL 2022ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ
રાઇડર્સને
8 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ
કરતા ગુજરાતે કેપ્ટન હાર્દિક પંડ્યાના
67 રનના આધારે
કોલકાતાને
157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કોલકાતા
નિર્ધારિત ઓવરમાં
8 વિકેટે 148 રન જ
બનાવી શકી હતી. 
પ્રથમ
બેટિંગ કરતા ગુજરાતની શરૂઆત કંઈ ખાસ કરી શકી ન હતી
, પરંતુ
શુભમન ગિલના રૂપમાં શરૂઆતી વિકેટો પડ્યા બાદ પંડ્યા અને રિદ્ધિમાન સાહાએ સારી
ભાગીદારી નોંધાવી હતી. સાહાએ
25 રન બનાવ્યા હતા. સાહાના આઉટ
થયા બાદ પંડ્યાને ડેવિડ મિલરનો સપોર્ટ મળ્યો હતો. બંને વચ્ચે
50 રનની ભાગીદારી થઈ હતી. ગુજરાતને 138 રન પર પંડ્યાના
રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો અને ત્યાર બાદ ટીમ બરબાદ થઈ ગઈ હતી. ગુજરાતે
156 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. આન્દ્રે રસેલની
ઈનિંગની છેલ્લી ઓવરમાં ગુજરાતે
4 વિકેટ ગુમાવી દીધી હતી.
રસેલ સિવાય ટિમ સાઉથીએ
3 વિકેટ ઝડપી હતી.


Advertisement

લક્ષ્યનો પીછો કરી
રહેલી
KKRની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. સેમ બિલિંગ્સ,
સુનીલ નારાયણ, નીતિશ રાણા અને કેપ્ટન શ્રેયસ
અય્યરના રૂપમાં
KKR34 રનમાં 4
વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી રિંકુ
સિંહે આન્દ્રે રસેલ સાથે મળીને ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. રસેલે એક
છેડેથી આગ સાથે બેટિંગ કરી હતી
, પરંતુ બીજા છેડેથી તેને કોઈ
મજબૂત ટેકો મળ્યો નહોતો. આમ છતાં રસેલે છેલ્લી ઓવરમાં પોતાની તોફાની બેટિંગથી
મેચને ખૂબ જ રોમાંચક બનાવી દીધી હતી. મેચની શરૂઆતમાં પાછળ રહી ગયેલા
KKRને છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી અને રસેલે પહેલા
જ બોલ પર સિક્સર ફટકારી હતી
, પરંતુ તે પછીના જ બોલ પર આઉટ થઈ
ગયો હતો. રસેલના આઉટ થતાની સાથે જ
KKRની જીતની આશા પણ સમાપ્ત
થઈ ગઈ હતી.

Advertisement

Tags :
Advertisement

.

×