Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RCBના ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર, ગ્લેન મેક્સવેલ જોડાયો ટીમ સાથે

આઈપીએલ દિવસે દિવસે રોમાંચક થઈ રહી છે. રોમાંચક મુકાબલામાં દર્શકોનો ઉત્સાહ આસમાને પહોંચ્યો છે. ત્યારે હવે એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ધૂંરધર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ આઈપીએલ સાથે જોડાઈ રહ્યો છે. આ સમાચાર મળતા જ ચાહકોમાં ખુશીની લહેર પ્રસરી છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ ટૂંક સમયમાં IPL 2022માં રમતા જોવા મળશે. લગ્ન બાદ તે રોયલ ચેલેન્જર્સ બેંàª
rcbના ફેન્સ માટે ખુબ જ સારા
સમાચાર  ગ્લેન મેક્સવેલ જોડાયો ટીમ સાથે

આઈપીએલ
દિવસે દિવસે રોમાંચક થઈ રહી છે. રોમાંચક મુકાબલામાં દર્શકોનો ઉત્સાહ આસમાને
પહોંચ્યો છે. ત્યારે હવે એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના
ધૂંરધર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ આઈપીએલ સાથે જોડાઈ રહ્યો છે. આ સમાચાર મળતા જ
ચાહકોમાં ખુશીની લહેર પ્રસરી છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ
ટૂંક સમયમાં
IPL
2022માં
રમતા જોવા મળશે. લગ્ન બાદ તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયો છે.
RCB
સોશિયલ મીડિયા પર મેક્સવેલના જોડાવાની જાણકારી આપી. જણાવી દઈએ કે ગ્લેન મેક્સવેલ
આજે એટલે કે 1લી એપ્રિલે ભારત પહોંચી ગયા છે. જોકે
, તે હવે પ્રેક્ટિસ કરી શકશે નહીં. આઈપીએલના
નિયમો અનુસાર મેક્સવેલને પહેલા ત્રણ દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. તે
પછી જ તે ટીમ સાથે પ્રેક્ટિસ કરી શકશે.

Advertisement

To answer all the million comments and tweets asking us “When is Maxwell arriving?” 😎

Extremely excited to have you here, @Gmaxi_32! Let the show begin! 🤩#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/wB41EOJNP9

— Royal Challengers Bangalore (@RCBTweets) April 1, 2022

" title="" target="">javascript:nicTemp();

મેક્સવેલ
રાજસ્થાન રોયલ્સ સામે નહીં રમે

Advertisement

તમારી
જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગ્લેન મેક્સવેલ 5 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે
રમી શકશે નહીં. આનો અર્થ એ થયો કે તે પ્રથમ ત્રણ મેચો ગુમાવશે. તે 4 માર્ચથી
પ્રેક્ટિસ શરૂ કરશે. એવું માનવામાં આવે છે કે તે 9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની
મેચમાં જોવા મળશે.


Advertisement

કોલકાતા
સામેની પ્રથમ મેચ આરસીબીએ જીતી હતી

રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોરને
IPL 2022ની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો
કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સ સામેની આ મેચમાં આરસીબીએ પ્રથમ મેચ રમીને 200થી વધુ
રન બનાવ્યા હતા. તેમ છતાં ફાફ ડુ પ્લેસિસની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે
તેમની
બીજી મેચમાં
RCBનો
વિજય થયો હતો. તેણે કોલકત્તાને હરાવીને
IPL 2022 ની પ્રથમ જીત નોંધાવી.

Tags :
Advertisement

.