IPL 2022ની ફાઈનલ અમદાવાદમાં રમાશે, સૌરવ ગાંગુલીએ નોકઆઉટ મુકાબલાની કરી જાહેરાત
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શનિવારે બોર્ડની એપેક્સ
કાઉન્સિલની બેઠક બાદ જાહેરાત કરી છે કે IPL 2022ની પ્રથમ પ્લે-ઑફ અને એલિમિનેટર
મેચો 24 અને 26 મેના રોજ કોલકાતામાં રમાશે, જ્યારે બીજી પ્લે-ઑફ મેચો 27 અને 29 મેના રોજ અમદાવાદમાં પ્લે-ઑફ
અને ફાઈનલ રમાશે. આ મેચોમાં સ્ટેડિયમમાં દર્શકોની સંપૂર્ણ હાજરી રહેશે. જ્યારે 24 થી 28 મે દરમિયાન લખનૌમાં મહિલા
ચેલેન્જરનું આયોજન કરવામાં આવશે.
05:04 PM Apr 23, 2022 IST
|
Vipul Pandya

બીસીસીઆઈ પ્રમુખ ગાંગુલીએ મીડિયાને જણાવ્યું હતું કે, વિમેન્સ ચેલેન્જર સિરીઝ 24 થી 28 મે સુધી લખનૌના એકાના
સ્ટેડિયમમાં યોજાશે. જ્યાં સુધી પુરુષોની IPL નોકઆઉટ તબક્કાની મેચો કોલકાતા અને અમદાવાદમાં યોજાશે. આમાં 22 મેના રોજ લીગ તબક્કાના સમાપન પછી રમાયેલી મેચો માટે 100% દર્શકોની હાજરીની મંજૂરી આપવામાં આવશે.
Next Article