ગુજરાત ટાઈટન્સ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો, પહેલા બોલિંગ પસંદ કરી

શનિવારે
IPL 15ની 10મી
મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની
ટીમ કોઈપણ ફેરફાર વિના દિલ્હી સામે રમવા ઉતરી છે, જ્યારે
દિલ્હીની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટીના
સ્થાને મુસ્તાફિઝુર રહેમાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા
ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. મેથ્યુ વેડ એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ગુજરાત ટાઇટન્સે 3 ઓવરમાં એક
વિકેટ ગુમાવીને 19 રન
બનાવ્યા હતા.
દિલ્હી
કેપિટલ્સ (પ્લેઈંગ ઈલેવન):
પૃથ્વી
શો, ટિમ સેફર્ટ, મનદીપ
સિંહ, રિષભ પંત (w/c),
લલિત યાદવ, રોવમેન
પોવેલ, શાર્દુલ ઠાકુર, અક્ષર
પટેલ, કુલદીપ યાદવ, ખલીલ
અહેમદ, મુસ્તફિઝુર રહેમાન
ગુજરાત
ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન):
શુભમન
ગિલ, મેથ્યુ વેડ (wk),
વિજય શંકર, હાર્દિક
પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ
તેવટિયા, અભિનવ મનોહર સદારંગાની, રાશિદ
ખાન, લોકી ફર્ગ્યુસન, વરુણ
એરોન, મોહમ્મદ શમી