મુંબઈ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
આજે ઈન્ડિયન પ્રીમિયર
લીગ (IPL) 2022ની બે મેચો રમાશે. જેમાં પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ
ઈન્ડિયન્સની ટીમો બપોરે 3.30 વાગ્યે આમને-સામને છે. દિલ્હી
કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને
દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય
લીધો છે. દિલ્હીની ટીમે આકરા તડકામાં બોલિંગ પસંદ કરી છે, જે આશ્ચર્યજનક છે, પરંતુ પિચને જોતા આ નિર્ણય યોગ્ય લાગે છે.
દિલ્હી કેપિટલ્સે હજુ
સુધી કોઈ ટાઇટલ જીત્યું નથી. પરંતુ રિષભ પંતની આગેવાની હેઠળની ટીમ ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે.
દિલ્હી કેપિટલ્સની ટીમ હાલમાં વિદેશી ખેલાડીઓની અછતનો સામનો કરી રહી છે, તેથી સૌની નજર તે પ્રથમ મેચમાં કેવી રીતે દૂર થાય છે તેના પર છે.
દિલ્હી કેપિટલ્સ
પ્લેઈંગ-11: પૃથ્વી શો, ટિમ સીફર્ટ, મનદીપ સિંહ, ઋષભ પંત, આર. પાવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ, કમલ નાગરકોટી, કુલદીપ યાદવ
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ-11: રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, અનમોલપ્રીત સિંહ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, ટાઈમલ મિલ્સ, જસપ્રિત બુમરાહ, બેસિલ થમ્પી